પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડવા અને જમા કરાવવા માટેના નિયમ બદલાઈ ગયા

0
1

જો તમારું અકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ અકાઉન્ટ સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ ગયો છે. આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થઈ ગયો છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે હવે ઉપાડ, જમા કરાવવા અને AEPS (આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે તમારે પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે પણ ચાર્જ આપવો પડશે.

બેઝિક સેવિંગ અકાઉન્ટ પર કેટલો ચાર્જ લાગશે?

જો તમારું બેઝિક સેવિંગ અકાઉન્ટ છે તો તમારે 4 વખત પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે, પરંતુ તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન માટે તમારે 25 રૂપિયા અથવા 0.5 ટકા ચાર્જ આપવો પડશે. તેમજ પૈસા જમા કરાવવા માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે.

સેવિંગ અને કરંટ અકાઉન્ટ પર કેટલો ચાર્જ લાગશે?

તમારું સેવિંગ અને કરંટ અકાઉન્ટ છે તો તમે દર મહિને 25000 રૂપિયા ઉપાડી શકો છો. તેનાથી વધારે ઉપાડવા પર તમારે 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. તેમજ 10,000 રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરો છો તો કોઈ ચાર્જ નહીં લાગે, પરંતુ તેના કરતાં વધારે જમા કરો છો તો દરેક ડિપોઝિટ પર ઓછામાં ઓછો 25 રૂપિયા ચાર્જ લાગશે.

ઈન્ડિયા પોસ્ટ AEPS અકાઉન્ટ પર ચાર્જ લાગશે

IPPB નેટવર્ક પર અમર્યાદિત ફ્રી ટ્રાન્ઝેક્શન હોય છે, પરંતુ નોન- IPPB માટે માત્ર ત્રણ વખત ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ નિયમ મિની સ્ટેટમેન્ટ, કેશ ઉપાડ અને કેશ જમા કરાવવા માટે છે. IPPBમાં ફ્રી લિમિટ પૂરી થઈ ગયા બાદ ટ્રાન્ઝેક્શન પર એક ચાર્જ આપવો પડશે. મર્યાદા પૂરી થયા બાદ કોઈપણ ડિપોઝિટ પર 20 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

મિની સ્ટેટમેન્ટ કાઢવા માટે ચાર્જ ચૂકવવો પડશે

તે ઉપરાંત ગ્રાહક જો મિની સ્ટેટમેન્ટ કાઢવા માગે છે તો તે માટે પણ તમારે 5 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે લિમિટ પૂરી થઈ ગયા બાદ પૈસા ટ્રાન્ઝેક્શન કરો છો તો ટ્રાન્ઝેક્શનની રકમના 1 ટકા ચાર્જ તમારા અકાઉન્ટમાંથી કટ કરવામાં આવશે, જો કે મિનિમમ 1 રૂપિયો અને મહત્તમ 25 રૂપિયા છે. આ ચાર્જ પર GST અને સેસ પણ લાગુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here