Tuesday, March 18, 2025
Home2009 લઠ્ઠાકાંડ મામલે રથયાત્રાને કારણે ચુકાદો ટળ્યો
Array

2009 લઠ્ઠાકાંડ મામલે રથયાત્રાને કારણે ચુકાદો ટળ્યો

- Advertisement -

અમદાવાદના ઓઢવમાં 2009 લઠ્ઠાકાંડના કેસનો ચુકાદો સેસન્સ કોર્ટમાં ટળ્યો છે. રથયાત્રા હોવાથી કેદીઓનો જાપ્તો ન મળતા હવે આગામી 6 જૂલાઇએ કોર્ટ ચુકાદો સંભળાવશે. આ કેસમાં 33થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, 9થી 11મી જૂન, 2009 દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ બનાવમાં ઓઢવ વિસ્તારમાં 123 લોકોનાં મોત થયા હતા, જ્યારે 200 લોકોને અન્ય તકલીફો થઈ હતી. આ પહેલા 28મી માર્ચ, 2019ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદામાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં. જેમાં વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 8 મહિલાઓને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આથી આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે અને આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. આ કેસમાં દરેક ગુના માટે અલગ અલગ સજા થવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular