ભાગેડુ નીરવ મોદીએ 19 સપ્ટેમ્બર સુધી બ્રિટનની જેલમાં રહેવું પડશે

0
0

લંડનઃ ભારતમાં કરોડો રૂપિયાની લોનનું કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા હીરા જ્વેલરીના વેપારી નીરવ મોદીએ હવે 19 સપ્ટેમ્બર સુધી બ્રિટનની જેલમાં રહેવું પડશે. આમ તો હાલ નીરવ મોદી બ્રિટનની જેલમાં જ બંધ છે. આજે વેસ્ટમિસ્ટરના મેજિસ્ટ્રેટ કોર્ટે વીડિયો લિંક મારફતે આ મામલે સંક્ષિપ્ત સુનાવણી કરી હતી જેમાં ભાગેડુ નીરવ મોદીની કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવવા આદેશ કર્યો છે.

નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કમાં લગભગ 14000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયો છે. તેની માર્ચમાં બ્રિટનમાંથી ધરપકડ કરાઇ હતી અને ત્યારથી જ તેઓ સ્થાનિક વેન્ડસવર્થ જેલમાં બંધ છે.

બ્રિટનના કાયદા મુજબ તેને દરેક ચાર સપ્તાહ બાદ કસ્ટડીનો સમયગાળો લંબાવવા માટે અદાલતમાં રજૂ કરવામાં આવે છે. આ અગાઉની મુદ્દતમાં મુખ્ય ન્યાયાધીશ એમ્મા અર્બથનોટે સંકેત આપ્યા હતા કે બંને પક્ષ પ્રત્યાર્પણની માટે પ્રસ્તાવિત પાંચ દિવસની સુનાવણી ઉપર ટુંક સમયમાં સહમત થઇ શકે છે. આ સુનાવણી પણ વીડિયો લિંક મારફતે થઇ હતી.

ઉપરાંત આ અગાઉ પણ કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી ચૂકી છે. ગત મહિને બ્રિટનના ઉચ્ચ ન્યાયાલયે પણ નીરવ મોદીની જામીન અરજી નામંજૂરી કરી દીધી હતી. આ તેની ચોથી જામીન અરજી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here