અમદાવાદ : સાબરમતી આશ્રમ 10 મહિના બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો.

0
4

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તે સાબરમતી આશ્રમના દ્વાર 10 મહિના બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યા છે. કોરોના મહામારીને પગલે 18 માર્ચથી સાબરમતી આશ્રમના દ્વાર મુલાકાતીઓ માટે બંધ હતા. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા.

કોરોના ઘટતાં આશ્રમ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો

103 વર્ષ કરતાં વધુ સમયનો ઈતિહાસ ધરાવતા સાબરમતી આશ્રમના દ્વાર આટલા લાંબા સમયગાળા માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યા હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ અંગે આશ્રમ વ્યવસ્થાપન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને પગલે સાત મહિના કરતાં પણ વધુ સમય બાદ સાબરમતી આશ્રમને મુલાકાતીઓ માટે પુનઃ ખોલવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં સવારે આશ્રમમાં મુલાકાતીઓ માટેનો સમય સવારે ૧૦થી ૫નો રહેશે. બૂક શોપ, ખાદી શોપ, ચરખા ગેલેરીને હજુ ખોલવામાં આવ્યા નથી. કેમકે, ત્યાં હજુ વધારે ભીડ થવાની સંભાવના છે.

નિયમોનું પાલન થાય તે માટેની તૈયારીઓ કરાઈ

બેસવાની જગ્યામાં મુલાકાતીઓ 6 ફૂટના અંતરે બેસે તેવા સ્ટિકર લગાવવામાં આવેલા છે. 19 જગ્યાએ સેનિટાઇઝેશન ની વ્યવસ્થા કરાઇ છે. મ્યુઝિયમ ગેલેરી છે ત્યાં ૬ ફૂટના અંતરે જ મુલાકાતીઓ ઉભા રહી શકે તેવ સ્ટિકર લગાવાયા છે. સાબરમતી આશ્રમને સવારે ખોલતા અને સાંજે બંધ કરતી વખતે સેનિટાઇઝ કરવામાં આવશે. જેના માટે વિંગ પ્રમાણે પમ્પ આપી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પાલડીમાં આવેલા કોચરબ આશ્રમના દ્વાર મુલાકાતીઓ માટે ક્યારે ખોલવામાં આવશે તેનો નિર્ણય લેવાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here