હળવદ : સંતે અનાથ દીકરીનું પોતાની પુત્રીની જેમ લાલન પાલન કરીને ધામધૂમથી લગ્ન કરાવ્યા.

0
107
કવાડિયા પાસેના આશ્રમના મહંત પ્રભુચરણદાસજીએ આજે ઍક બાપની જેમ જ અનાથ દીકરીનું કન્યાદાન કરી ધામધૂમથી લગ્ન કરાવીને સાસરે વળાવી
હળવદ : સંસારની મોહમાયા છોડી દીધા બાદ વેરાગી બનેલા સાધુ ,સંત ,મહાત્માઓ જરૂરિયાતમંદ લોકોનું કલ્યાણ કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે આવો એ ક હૃદય મનને અનેરી ટાઢક આપતો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જેમાં હળવદના કવાડિયા ગામ પાસે આશ્રમ ધરાવતા સંત પ્રભુચરણદાસ બાપુએ અનાથ દીકરીનું પોતાની વ્હાલી પુત્રીની જેમ લાલન પાલન કરીને ઉછેરવા માટે એક પ્રેમાળ પિતા બની ગયા હતા.આ પુત્રીને અતિશય લાડકોડથી ઉંચેરી તેને સારું શિક્ષણ અપાવી ઉંમર લાયક થતા સારા મુરતિયા સાથે  તેના ધામધૂમથી લગ્ન કર્યા હતા.આ સંતે એક પ્રેમાળ પિતા બનીને દીકરીનું કન્યાદાન કરીને હસીખુશીથી સાસરે વળાવી હતી.
હળવદના કવાડિયા ગામે આવેલા આશ્રમ ચલાવતા પ્રભુચરણદાસબાપુને આજથી આશરે 15 વર્ષ પહેલાં આધ્યાત્મિક  પ્રવચન માટે અમદાવાદ જવાનું થયું હતું.તેઓ અમદાવાદ ગયા ત્યારે તેમને એક પાંચ વર્ષની માસુમ દીકરી મળી આવી હતી અને આ માસુમ દીકરી મા બાપ વગરની અને અનાથ હોવાનું જણાતા પ્રભુચરણદાસ બાબુએ કોઈપણ જાતના સંકોચ વગર આ અનાથ દીકરીને ઉછેરવાનું બીડું ઉઠાવ્યું હતું અને એ અનાથ દીકરીને હળવદના કવાડિયા પાસે આવેલા પોતાના આશ્રમે લાવીને એક પિતાની જેમ જ ઉછેરવાનું શરૂ કરી દીધું હતું.કહેવાય છે કે દીકરી વ્હાલનો દરિયો હોય છે.આ માસુમ દીકરીને જોઈને બાપુ સંતમાંથી એક પ્રેમાળ પિતા બની ગયા અને આ રીતે એક પિતા કરતા પણ વિશેષ કાળજી લઈને અનાથ દીકરીની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરીને તેનું લાલન પાલન કર્યું હતું અને આ દીકરીને માતા પિતાની ક્યારેય ખોટ સાલવા દીધી ન હતી એ રીતે બાપુએ આ દીકરીને ઉંચેરી હતી.તેમજ આ દીકરીને સારું શિક્ષણ અપાવ્યું હતું.
ત્યારે હવે આ દીકરી કોમલબેન ઉંમર લાયક થતા તેના તેની જ જ્ઞાતિ ગુર્જર સુથારના યુવક નિકુંજ સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને લગ્નની કંકોત્રીમાં પણ પ્રભુચરણદાસ બાપુની દીકરી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ત્યારે આજે કોમલબેનના નિકુંજ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.આ લગ્નમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સેવકો હાજર રહ્યા હતા.જયારે પ્રભુચરણદાસ બાપુએ આજે પોતાની વ્હાલસોયી દીકરીનું જાતે કન્યાદન કર્યું હતું અને એક પિતાની જેમ આ લગ્નવિધિ કરી હતી.પુત્રીને જરાય ઓછું ન લાગે એ માટે કાળજી પૂર્વક ધ્યાન રાખી ઉમદા સંસ્કારોથી સિચન કરીને આજે આ દીકરીના વિદાય વખતે બાપુએ તેને સાસરિયામાં સૌના પ્રિય બનીને સંસાર જીવનને મંગલમય બનાવવાની શીખ આપી હતી.આ રીતે પુત્રીને લાડકોડથી ઉછેરીને ધમુધમથી લગ્ન કરાવીને હસીખુશીથી સાસરે વળાવી હતી.જોકે સમાજને સાચી દિશામાં જીવન જીવવાની શીખ આપતા આ સંત આજે તેમની પુત્રીના વિદાય વખતે ભાવુક બની ગયા હતા.
સાથે આજે યોજાયેલા લગ્ન પ્રસંગે આમંત્રિત મહેમાનો તેમજ લગ્ન પ્રસંગમાં હાજર રહેલ લોકોને જમવાની વ્યવસ્થા હળવદ મહર્ષિ ગુરુકુળ તરફથી કરવામાં આવી હતી તેમજ દીકરીને કપડા સોનાની વીંટી પણ ભેટમાં આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહર્ષિ ગુરુકુળ ખાતે કોમલ એ અભ્યાસ કર્યો તેની ગુરુકુળ દ્વારા એક પણ રૂપિયા ફી લેવામાં આવી ન હતી
આ પ્રસંગે સંતશ્રી દામજી ભગત,વાલજીભાઈ વાસાણી,ઈન્દ્ર વિજયસિહ ઝાલા, નવઘણભાઈ ભરવાડ,જેઠાભાઇ લાટીવાળા,રમણીકભાઈ ભારોડીયા,વિનુભાઈ સામઢીયાણી,મગનભાઈ પટેલ,શ્રી કાકા ,ડો.ભાડેશીયા,રજનીભાઈ સંઘાણી, વિનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here