Friday, April 19, 2024
Homeકડવી મેથીનાં મીઠા ગૂણ, કરશે બધી જ બીમારો દૂર
Array

કડવી મેથીનાં મીઠા ગૂણ, કરશે બધી જ બીમારો દૂર

- Advertisement -

શિયાળાની સિઝનમાં (winter season) લીલી મેથી (Fenugreek) ખાવી જોઇએ તેવું હમેશાં મોટેરા કહેતા હોય છે. તેમાં પણ આ સિઝનમાં તો મેથી પાક અને મેથીનાં લાડુ ખાવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીએ મેથીનાં દાણાનાં જ ફાયદા. દરરોજ મેથીનાં દાણાને નાયણા કોઠે ખાવાથી વિવિધ પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓને દૂર કરે છે.

1. ડાયાબિટીસ (Diabetes) અને મેથી

– ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનો પાવડર પાણી સાથે લેવો. -એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

-ડાયાબિટીસમાં પેશાબ સાથે જતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં કડવી હોવાથી ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લેવી. એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવાથી ચોક્કસ ફાયદો થશે.

2.ઝાડાની સમસ્યા કરશે દૂર મેથી રાઈ અને અજમાને સમાન માત્રામાં લઈને તેનુ એક ચૂરણ બનાવી લો. તમે ચાહો તો તેમા થોડી માત્રામાં મીઠુ પણ નાખી શકો છો. જો તમારા ઘરમાં કોઈને ઝાડાની સમસ્યા છે તો તમે આ ચૂરણ આપી શકો છો. પાણી સાથે આ ચૂરણને લેવાથી ખૂબ ફાયદા થશે.

3. શરીરની અંદરનાં દુખાવ બંધ થશે
અંદરના ભાગે દુખાવો થતો હોય તો મેથીના ચૂરણનો ઉપયોગ કરવો લાભકારી છે. મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો. તેમા સંચળ મિક્સ કરીને દિવસમાં બે વાર કુણા પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે.

4. શરદી-ઉધરસનો છે રામબાણ ઇલાજ
મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી ખરાશમાં રાહત મળે છે. તેમજ ઉધરસ અને શરદી જેવી બીમારી પણ જડમૂળથી દૂર થાય છે.

5. અણગમતા વાળને હટાવશે મેથીનો ઉપાય
જો તમારા કપાળ પર ખૂબ વાળ છે તો તમે મેથીનો ઉપયોગ આ અણગમતા વાળને હટાવવા માટે કરી શકો છો. મેથીને થોડા સમય માટે પલાળી મુકો. પછી તેનુ પેસ્ટ બનાવી લો. તેને પ્રભાવિત સ્થાન પર લગાવો અને થોડીવાર પછી તેને હટાવી દો. આવુ કરવાથી વાળ નીકળી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular