ખેડૂતોને વળતર ચૂકવવાની માગણી સાથે કડી તાલુકાના સરપંચે મામલતદારને આવેદન પત્ર આપ્યું

0
3

કડી તાલુકામાં તાઉતે વાવાઝોડાના કારણે ખાબકેલા વરસાદમાં લીંબુ, જુવાર, બાજરી, ડાંગર, ચીકુ, કેરી સહિતના પાકોમાં નુકસાન થયું છે. ખેતીમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને વળતર ચૂકવવાની માગણી સાથે કડી તાલુકા સરપંચ એસોસીએસને શુક્રવારે મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

અલદેસણ, ઉંટવા, સરસાવ, ઈરાણા, કુંડાળ, ખેરપુર, માથાસુર, જાસલપુર, લક્ષ્મીપુરા, રાજપુર, નંદાસણ, નવાપુરા, ગણેશપુરા, ધનાલી, ભટાસણ, આલમપુર, સૂરજ, નગરાસણ, વિસલપુર, દિઘડી સહિતના ગામોના ખેડૂતો લીંબુની ખેતી કરી ગુજરાન ચલાવે છે. વાવાઝોડામાં લીંબુ, ચીકુ, કેરી, કડી તાલુકા સરપંચ એસોસીએશન વતી ઉંટવાના મહેન્દ્રભાઈ પટેલ, અલદેસણના ધીરૂભાઈ બારોટ, કુંડાળના રમેશભાઈ પટેલ, ઈરાણાના મુકેશભાઈ ઠાકોર સહિત સરપંચોએ મામલતદાર મહેશભાઈ ગોસ્વામીને ખેડૂતોને પાક સહાય અપાવવા આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here