દહેગામ : વાસણા ગામના સરપંચે મામલતદારને સસ્તા અનાજ દુકાનની તપાસ કરવાની લેખિતમાં કરી રજુવાત

0
31

                                      

 

ગાંધીનગર : દહેગામ તાલુકાના કમાલ બંધ વાસણા ગામના સરપંચ જગદીશભાઈ પ્રજાપતિની તેમજ ૨૦૦ જેટલા ગ્રામજનોની રજુઆતો થવા પામી છે. અમારા ગામમાં રાસન ની દુકાન માં સરકાર તરફથી મળેલ આદેશ મુજબ મફત અનાજ વિતરણ બાબતે અમોને અપૂરતો જથ્થો મળે છે. અને રેશનકાર્ડમાં અનાજ વધારે લખવામાં આવે છે અને ગ્રાહકોને ઓછું આપવામાં આવે છે. તેવી લેખીત રજુઆત આજે 150 જેટલા અરજદારો એ સહીઓ કરી દહેગામ મામલતદાર ને આપી છે. અને આ સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા માટેની રજુવાત અરજી માં કરેલ છે. પુરવઠા મામલતદાર ની ચાલતી તપાસ કરવાની પણ તેમણે રજૂઆત કરેલ છે.

 

                    

 

બાઈટ : જગદીશભાઈ પ્રજાપતિ, સરપંચ 

 

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here