ગાંધીનગર : ઢબુડી ઉર્ફે ધનજી ઓડને હાજર થવા પોલીસની નોટિસ, રૂપાલમાં તપાસનો ધમધમાટ

0
72

અમદાવાદ: ઢબુડીના નામે લોકોમાં અંધ શ્રધ્ધા ફેલાવનારા ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં બોટાદના શખ્સએ ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પેથાપુર પોલીસની ટીમે ધનજીના ચાંદખેડામાં આવેલ બંગલામાં નોટિસ આપ્યા બાદ રૂપાલ ગામમાં તપાસ શરૂ કરી છે. રૂપાલ ગામમાં જ્યાં ધનજી ઓડનું મકાન આવેલું છે ત્યાં તપાસ કરી હતી. જ્યાં ધનજી ઓડનો પરિવાર રહેતો હતો અને તેનું સ્થાનક હતું ત્યાં તપાસ કરી ગામના લોકોના નિવેદન નોંધ્યા હતા.

હાજર નહીં થાય તો વધુ નોટિસ અપાશે
બોટાદનાં શખ્સ દ્વારા પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ ધનજી ઓડ લોકો સામે આવ્યો નથી. તેણે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી દીધી છે. પેથાપુર પોલીસ દ્વારા તેને નોટિસ આપવા છતાં હજી તે જવાબ લખાવવા હાજર થયો નથી. જો આગામી દિવસોમાં હાજર નહિ થાય તો તેને વધુ નોટિસ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here