27 સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઈની નવી ફ્લાઈટ શરૂ થશે, આગામી દિવોસમાં શિડ્યુલ નક્કી કરાશે

0
20

રાજકોટ:હજ યાત્રાને કારણે રાજકોટથી મુંબઈની ફ્લાઈટ હાલ સપ્તાહમાં ત્રણ જ દિવસ ઉડાન ભરે છે. ત્યારે હવે આગામી તારીખ 27 સપ્ટેમ્બરથી રાજકોટથી મુંબઈની ફ્રીક્વન્સી વધારવા વધુ એક ડેઈલી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે. મુંબઈની ફ્લાઈટ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે, જોકે આ ફ્લાઈટ ક્યાં સમયે રાજકોટથી ઉડાન ભરશે અને મુંબઈથી ક્યારે આવશે તે શિડ્યૂલ હવે આગામી દિવસોમાં નક્કી થશે. પરંતુ મુંબઈની વધુ એક ફ્લાઈટ શરૂ કરાશે તે નક્કી કરી લેવાયું છે.

એર ઇન્ડિયાની નવી ફ્લાઈટ રોજ ઉડાવવા વિચારણા

જુલાઈ માસના પ્રારંભે જ રાજકોટથી મુંબઈની ફ્લાઈટમાં કાપ મૂકી દેવાયો હતો. એર ઇન્ડિયાની દરરોજ સાંજે ઉડાન ભરતી ફ્લાઈટ દરરોજને બદલે સપ્તાહમાં માત્ર ત્રણ જ દિવસ ઓપરેટ કરવામાં આવી રહી છે. અગાઉ મુંબઈ બાદ હવે દિલ્હીની ફ્લાઈટમાં પણ કાપ મૂકી દેતા તે પણ સપ્તાહમાં ત્રણ દિવસ જ ઉડાન ભરી રહી છે. રાજકોટથી માત્ર દિલ્હી અને મુંબઈ બે જ ફ્રીકવન્સી ઉપલબ્ધ છે. ત્યારે વધુ ફ્લાઈટ મૂકવા છેલ્લા ઘણા સમયથી માંગણીઓ ઊઠી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here