આ દિવસે થયો’તો બિગ બીનો બીજો જન્મ, 37 વર્ષ પહેલા રસ્તા પર માત્ર અમિતાભનું જ નામ હતું

0
24

2 ઓગષ્ટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને બીજો જન્મ મળ્યો છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે કોઈ માણસને બીજીવાર કઈ રીતે જન્મદિવસ આવી શકે છે, તો તેના પાછળનું કારણ અમે તમને જણાવીશું. અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ કુલીના સેટ પર ગંભિર ઘટનાનો સામનો કરવો પડ્યો હતો, તેના 37 વર્ષ પૂરા થઈ ગયા છે આ સમયે અમિતાભ બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક વચ્ચને સોશિયલ મીડિયા પર એક જુની તસ્વીર શેર કરી છે. તસ્વીરને શેર કરતા અભિષેકે બિગ બીના બીજા જન્મ વિશે કહ્યું છે અને તણે સોશિયલ મીડિયા પર વિશ કરી છે.

37 વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની ફિલ્મ કુલીના સેટ પર એક્શન સીન દરમિયાન ગંભિર રીતે ઘાયલ થઈ ગયા હતા.પુનીત ઈસારની સાથે ‘કુલી’નો એક્શન સીન શૂટ કરી રહ્યાં હતા. આ સીનમાં અમિતાભ પહેલા ટેબલ પર પડી ગયા હતા તે દરમિયાન તેમના પેટમાં ગંભિર ઈજા આવી હતી. તેમને પેટમાં ઈન્ટરનલ બ્લીડિંગ થવા લાગી, તે બાદ તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, 2 ઓગષ્ટે ડોક્ટરોએ તેમનું ઓપરેશન કર્યું. ઘણા દિવસોની સારવાર બાદ તેમની હેલ્થમાં સુધારો આવી ગયો હતો.

તસ્વીરના કેપ્શનમાં અભિષેકે લખ્યું કે, ’37 વર્ષ પહેલા બીચ કેન્ડી હોસ્પિટલમાં કુલીના સેટ પર થયેલી દુર્ઘટનામાં મારા પપ્પા રિકવર થઈ રહ્યાં હતા. 2 ઓગષ્ટે અમે તેમનો બીજો જન્મદિવસ ઉજવીએ છીએ. આજના જ દિવસે ડોકટરે ચમત્કાર કર્યો હતો અને તે સાજા થઈ ગયા હતા’.

બીગ બીએ પણ ટ્વીટ કરીને ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. બિગ બીએ લખ્યું કે, ‘ઘણા લોકો છે જે પ્રેમ અને સમ્માન સાથે યાદ રાખે છે. હું ફક્ત એટલુ કહી શકીશ કે હું નશીબવાળો છું કે આવા લોકો મારી સાથે છે. આ જ પ્રેમ સાથે હું દરરોજ જીવુ છું. આ એવું દેવુ છે જેને હું ક્યારેય નહીં ચૂકવી શકું’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here