T20 સીરિઝ : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ આજે : ભારત આજે મેચ જીતશે તો સીરિઝ પર કબજો કરી લેશે.

0
9

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T-20 સીરિઝની બીજી મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ભલે જ વનડે સીરિઝ હારી ગઈ હોય, પરંતુ ટીમનો T-20માં રેકોર્ડ ઘણો સારો છે. ભારત છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં કોઈ બાઈલેટરલ T-20 સીરિઝ હાર્યું નથી. જો ભારત આજની મેચ જીતે તો ઓસ્ટ્રેલિયા સામે ઓવરઓલ 9 માંથી ચોથી સીરિઝ જીતશે.

4 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાનો તેના ઘરઆંગણે વ્હાઇટવોશ કર્યો હતો

ભારત છેલ્લે 2008 માં ઓસ્ટ્રેલિયામાં બાઈલેટરલ સીરિઝ હાર્યું હતું. ગઈ વખતે 2018માં ભારત ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે રમ્યું હતું, ત્યારે સીરીઝ 1-1થી ડ્રો રહી હતી. જ્યારે 4 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાએ કાંગારુંનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

હેડ-ટુ-હેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ 9મી T-20 સીરિઝ છે. ગઈ 8 સીરિઝમાંથી ભારતે 3 અને ઓસ્ટ્રેલિયાએ 2 સીરિઝ જીતી, જ્યારે 3 ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો વચ્ચે આ ચોથી સીરિઝ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 સીરિઝ જીત્યા છે. 2 સીરિઝ ડ્રો થઇ છે.

ઓવરઓલ મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 21 T-20 રમાઈ છે. તેમાંથી ભારત 12 અને ઓસ્ટ્રેલિયા માત્ર 8 જ જીત્યું છે, જ્યારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું, ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો 10 વાર સામસામે થઇ છે, જેમાંથી ટીમ ઇન્ડિયાએ 6 T-20 જીતી અને 3 હારી છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

વેધર અને પિચ રિપોર્ટ

સિડનીમાં આકાશ સાફ રહશે. મેક્સિમમ તાપમાન 30 ડિગ્રી અને મિનિમમ 17 ડિગ્રી રહેશે તેવી સંભાવના છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પિચ બેટ્સમેનોને મદદ કરશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવા માગશે. અહીં ચેઝ કરનાર ટીમનો સક્સેસ રેટ 50% છે.

ભારતીય ટીમ

  • બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ (વિકેટકીપર), મયંક અગ્રવાલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન (વિકેટકીપર).
  • બોલર: જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર, મોહમ્મદ શમી, ટી નટરાજન, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
  • ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર.

ઓસ્ટ્રેલિયન ટીમ

  • બેટ્સમેન: આરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ (વિકેટકીપર), એડમ ઝામ્પા, ડાર્સી શોર્ટ.
  • બોલર: પેટ કમિન્સ, શીન એબોટ, એશ્ટન એગર, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઇ.
  • ઓલરાઉન્ડર: કેમરન ગ્રીન, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here