દિલ્હીની હિંસા બાદ બજેટ સત્રનું બીજું સેશન આજથી શરુ તબક્કો, અમિત શાહ પર સંકટ

0
7

બજેટ સત્રના બીજા તબક્કા હેઠળ સંસદનું સત્ર આજથઈ શરૂ થશે. આ સત્રમાં વિપક્ષ સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરી લેવાનો પ્રયાસ કરી શકે છે. દિલ્હીની હિંસા અને નાગરિકત્વ સુધારણા કાયદા જેવા મુદ્દાઓ પર હોબાળો થઈ શકે છે. આ બંને કેસમાં વિપક્ષના નિશાન પર ગૃહમંત્રી અમિત શાહ પર રહેશે.

એક તરફ વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાં સરકારને ઘેરી લેવાની તૈયારી કરી છે, તો બીજી તરફ સરકાર પણ વિપક્ષને જવાબ આપવા તૈયાર છે. કોંગ્રેસે સંસદમાં દિલ્હીની હિંસાનો મુદ્દો ઉઠાવવાનું મન બનાવી લીધું છે. આ સાથે કોંગ્રેસ આ મામલે દિલ્હી પોલીસની નિષ્ફળતાને દોષી ઠેરવીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here