મેગા રાહત પેકેજનું બીજુ સ્ટેજ : નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાંજે 4 વાગે પ્રેસ કોન્ફોરન્સ કરશે, ગરીબ અને ખેડૂતોને લઈને જાહેરાત કરે તેવી શકયતા

0
6

નવી દિલ્હી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. આજે ફરી સાંજે 4 વાગે નાણાં મંત્રી બીજી પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ગ્રામીણ અને શહેરી ગરીબોની સાથે કૃષિ ક્ષેત્ર માટે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય તેમાં મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે નાણાં મંત્રીનો ફોકસ કેશ આપવા અને મફત ખાદ્યઅન્ન પર હોઈ શકે છે. લોકડાઉન શરૂ થવાના સમયે માર્ચના અંતમાં સરકાર દ્વારા ગરીબો માટે જાહેરાતો કરવામાં આવી હતી. આ તેનું વિસ્તારિત વર્ઝન હશે. સરકારે લોકડાઉનની શરૂઆતમાં પ્રધાનમંત્રી અન્ન યોજના  અંતર્ગત 5 કિલો વધુ ઘઉં-ચોખા અને 1 કિલો દાળ ત્રણ મહિના સુધી 80  કરોડ જરૂરિયાતમંદોને આપવાની જાહેરાત કરી હતી.

ગ્રામીણ અર્થવ્યવસ્થા પર અગામી ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે જાહેર 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજ પર ચર્ચામાં સામેલ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું, MSMEને લઈને જાહેરાતો પુરી થઈ ગઈ છે. હવે સરકારનો અગામી ફોકસ ગરીબ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર હશે. પછીથી મધ્યમ વર્ગ માટે અને અન્ય ક્ષેત્રો માટે કેટલાક ઉપાયો કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here