કોરોના વર્લ્ડમાં : ઈટાલીના વૈજ્ઞાનિકોએ કહ્યું- પોઝિટિવ આવ્યાના એક મહિના પછી બીજો ટેસ્ટ થાય, વાઈરસ દૂર કરવા માટે આટલો સમય લાગે છે; વિશ્વમાં 2.58 કરોડ કેસ

0
5

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 58 લાખ 89 હજાર 824 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 81 લાખ 72 હજાર 671 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8 લાખ 60 હજાર 270 લોકોના મોત થયા છે.

ઈટાલીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીને વાઈરસ દૂર કરવામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે છે. પોઝિટિવ આવ્યાના એક મહિના પછી બીજીવાર ટેસ્ટ કરવો જોઈએ. તેઓએ કહ્યું કે પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એક ખોટો હોય શકે છે.

ઈટાલીના મોડેના એન્ડ રેજિયો એમિલિયા યુનિવર્સિટીના ડો. ફ્રાંસિસ્કો વેન્તુરેલી અને તેમના સાથીઓએ 1162 દર્દીઓ ઉપર અભ્યાસ કર્યો છે. તેમા કોરોના દર્દીઓનું બીજું ટેસ્ટિંગ 15 દિવસ પછી અને ત્રીજીવાર ત્યાર પછીના 14 દિવસ પછી અને ચોથું ટેસ્ટિંગ 9 દિવસ પછી કરાયું. તેમા જાણવા મળ્યું હતું જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેઓનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો હતો. સરેરાશ પાંચમાંથી એક ટેસ્ટ રિપોર્ટ ખોટો હોય શકે છે. આ સ્ટડીમાં જાણવા માળ્યું છે કે 50 વર્ષ સુધીના લોકોને 35 દિવસ અને 80 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિને સાજા થવામાં 38 દિવસ લાગ્યા હતા.

આ 10 દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા

દેશ કેસ મોત સાજા થયા
અમેરિકા 62,57,548 1,88,900 34,96,898
બ્રાઝીલ 39,52,790 1,22,681 31,59,096
ભારત 37,66,108 66,460 28,98,087
રશિયા 10,00,048 17,299 8,15,705
પેરુ 6,57,129 28,068 4,71,599
દ. આફ્રિકા 6,28,259 14,263 5,49,993
કોલંબિયા 6,24,069 20,052 4,69,557
મેક્સિકો 5,99,560 64,414 4,16,738
સ્પેન 4,70,973 29,152 ઉપલબ્ધ નથી
આર્જેન્ટિના 4,28,239 8,919 3,08,376

 

સાઉથ કોરિયા: ચર્ચના સંક્રમણ ફેલાવા બદલ પાદરીએ માફી માંગી

સાઉથ કોરિયામાં એક ચર્ચમાં કોરોના ફેલાવા બદલ પાદરીએ માફી માંગી છે. સારંગી-જીલ ચર્ચના પાદરીને જૂન ક્વાંગ-હૂનની 16 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી છે. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દેશમાં કોરોનાનો બીજો તબક્કો ચર્ચથી ફેલાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં 20 હજાર 449 કેસ નોંધાયા છે અને 326 લોકોના મોત થયા છે.

કોલંબિયામાં લોકડાઉન ખતમ

કોલંબિયામાં કોરોનાના કારણે લોકડાઉનમાં છૂટ અપાઈ છે. અહીં હવે ફ્લાઈટ્સ, ઈન્ટરસિટી ટ્રાન્સપોર્ટ અને દરેક કામ માટે લોકો બહાર નિકળી શકે છે. દેશમાં 24 કલાકમાં 8901 કેસ નોંધાયા છે અને 389 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here