Wednesday, September 29, 2021
Home'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું બીજું ટ્રેલર થયું રિલીઝ
Array

‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું બીજું ટ્રેલર થયું રિલીઝ

13 ઓગસ્ટના રોજ અજય દેવગન, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ રિલીઝ થશે. ફિલ્મ હોટસ્ટાર પર આવશે. ફિલ્મનું બીજું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું.

ટ્રેલર શૅર કરીને આ વાત કહી

અજય દેવગને સો.મીડિયામાં ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ કરીને કહ્યું હતું, ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું ઓફિશિયલ ટ્રેલર 2, અનેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા આપણા હીરોએ આપણને વિજય અપાવ્યો હતો. આપણે જોઈશું આવા જ કેટલાંક છુપાયેલા હીરો. માત્ર ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં.’

સંજય દત્તનું ગીત ચર્ચામાં

થોડાં દિવસ પહેલાં જ મેકર્સે ફિલ્મના ગીત રિલીઝ કર્યા હતા. ફિલ્મના ગીત ‘હંઝુગમ’, ‘ભાઈ ભાઈ’ તથા ‘જાલિમા કોકાકોલા’ રિલીઝ થઈ ચૂક્યા છે. સંજય દત્તનું ‘ભાઈ ભાઈ’ ગીત ઘણું જ ચર્ચામાં છે. નોરા ફતેહીએ ‘જાલિમા કોકાકોલા’માં ધમાકેદાર ડાન્સ કર્યો છે.

ફિલ્મ સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકના જીવન પર આધારિત

ડિરેક્ટર અભિષેક દુધૈયાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વર્ષ 1971માં થયેલી ઇન્ડો-પાક વૉરની વાર્તા છે. અજય દેવગને વિજયનો રોલ પ્લે કર્યો છે. ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડને (એરસ્ટ્રિપ) ફરીથી બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments