જે ફિલ્મની ચાહકો પાર્ટ 1 રિલીઝ થયા ત્યારથી રાહ જોઈ રહ્યા હતા. તેના માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટુંક સમયમાં જ પુષ્પા-2 ફિલ્મ રિલીઝ થશે એ પહેલા તમને જણાવી દઈએ કે, હાલમાં આ ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે.મેકર્સ દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં ચારેબાજુ સિંદુર જોવા મળી રહ્યું છે. આ સિંદુરની આસ-પાસ દીવા પણ જોવા મળી રહ્યા છે તેમજ પગમાં ઝાંઝર બાંધો કોઈ ડાન્સ કરી રહ્યું છે. પુષ્પા ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મના ડાયલોગ પણ સૌને ખુબ પસંદ આવ્યા હતા.
પુષ્પા 2 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની સાથે થિયેટરમાં અજય દેવગનની ફિલ્મ સિંધમ અગેન પણ રિલીઝ થવાની છે. એટલે કે, ફરી એક વખત બોક્સ ઓફિસ પર સાઉથ અને બોલિવુડની ટકકર જોવા મળશે.અલ્લુ અર્જુનના 42મા જન્મદિવસ પર મેકર્સ ફિલ્મનું ટીઝર રિલીઝ કરશે.
પોસ્ટર જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, જો પોસ્ટર આટલું શાનદાર હોય તો ફિલ્મ કેટલી સારી હશે.