શેરબજાર : સપ્તાહના પહેલા દિવસે આવી રોનક : સેન્સેક્સે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ઼ી દીધા

0
10

સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે શરૂઆતના બિઝનેસમાં શેર બજારમાં ભારે તેજી જોવા મળી છે. સેન્સેક્સે તમામ રેકોર્ડ તોડી દીધા છે. સેન્સેક્સ તમામ રેકોર્ડ બનીને ઉંચાઈ ઉપર પહોંચી ગયો છે. આજે શરૂઆતના બિઝનેસમાં BSE ના 30 શેર વાળા પ્રમુખ ઈઁડેક્સ સેન્સેક્સ 185.69 પોઈન્ટના વધારા સાથે 46,284.70ના સ્તર ઉપર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 57.6 પોઈન્ટના વધારા સાથે 13,571.4ના સ્તરે ખુલ્યો હતો.  ગયા સપ્તાહના છેલ્લા દિવસે 139.13 પોઈન્ટના વધારા સાથે 46,099.01ના સ્તરે બંધ થયો હતો.

ક્યારે ક્યારે તોડ્યો બજારે રેકોર્ડ

જણાવી દઈએ કે માર્ચમાં નિચલા સ્તરે પહોંચ્યા પછી 8 ઓક્ટોબરે સેન્સેક્સ 40 હજારને પાર 40,182 ઉપર પહોંચી ગયો હતો. ત્યારે પાંચ નવેમ્બરે સેન્સેક્સ 41,340 પર બંદ થયો હતો. જ્યારે 10 નવેમ્બર ઈંટ્રાડેમાં ઈંડેક્સનું સ્તર 43,227 પર પહોંચી ગયું હતું. જ્યારે 18 નવેમ્બરે 44180 અને 4 ડિસેમ્બરે રેકોર્ડબ્રેક 45000નો આંક પાર કરી લીધો હતો. 9 ડિસેમ્બરે સેન્સેક્સ પહેલી વખત 46000ના સ્તરે બંધ થયો હતો. આજે એટલે કે 14 ડિસેમ્બરે સેન્સેક્સ 46,284.7ના રેકોર્ડ બ્રેક સ્તરે ખુલ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here