કોરોનાની રસીના સકારાત્મક સમાચાર મળતા શેરમાર્કેટમાં તેજી : 49,783ને પાર થયો સેન્સેક્સ.

0
5

કોરોનાકાળમાં કોરોનાની રસીના સકારાત્મક સમાચાર મળતા શેરમાર્કેટમાં પણ તેજી આવી છે. જેમાં શેરમાર્કેટમાં ખરીદારી વધતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે. તેથી માર્કેટમાં તેજી છવાઇ છે.

જેમાં સેન્સેક્સ +266.70 પોઇન્ટ એટલે 0.54% ટકાના વધારા સાથે 49,783.81 પર આગળ વધી રહ્યો છે. તેમજ નિફ્ટી +81.15 પોઇન્ટ એટલે 0.56% ટકાના ઉછાળા સાથે 14,644.60 વેપાર કરી રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન આઇટીસી, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીએલ ટોક, એસબીઆઈ, એનટીઆરસી, સન ફાર્મા, ઓએનડીસી, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સવર્સ અને રિલાયન્સના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. તેમજ ડોક્ટર રેડ્ડી, ટાઇટન, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, બજાજ ઓટો અને કોટક મહિન્દ્રા બેંકના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.