શેરબજાર : સેન્સેક્સ 2919 અંક ઘટ્યો, ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો; નિફ્ટી 826 અંક ઘટી 9634 પર બંધ

0
5

મુંબઈઃ કોરોનાવાઈરસે વિશ્વભરના શેરબજારોને ભરડામાં લીધું છે અને તેની અસર ભારતીય બજાર પણ જોવા મળી રહી છે. ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે 34472.5 પર ખુલ્યો હતો. બપોરે 2 કલાકને 40 મિનિટ પર તે 3165 અંક ઘટી 32531.74 પર પહોંચ્યો હતો. તે 2919.26 અંકના ઘટાડા સાથે 32778.14 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ 9 માર્ચે સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે 2467 અંક ઘટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની પણ ગુરુવારે આ જ હાલત રહી હતી. તે બપોર 2 કલાકને 40 મિનિટે ઘટીને 9,508.00 પર પહોંચ્યો હતો. તે 825.30 અંક ઘટીને 9633.10 પર બંધ થયો હતો.

સેન્સેક્સમાં કોરોના કહેરથી બજારની સ્થિતિ

  • બજાર તેજીમાંથી નીચે આવતા રોકાણકારોના શેરની વેલ્યુ લગભગ 8 લાખ કરોડ ઓછી થઈ
  • સેન્સેક્સની માર્કેટ કેપ 128 લાખ કરોડે પહોંચી, બુધવારે તે 137 લાખ કરોડ રૂપિયા હતી
  • સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર વિદેશી રોકાણકારોએ 3,515.38 કરોડ રૂપિયાના શેર વેચ્યા
  • બજારમાં 2,087 કંપનીઓના શેરમાં કારોબાર થઈ રહ્યો છે. તેમાંથી 1873 કંપનીઓના શેરોમાં ઘટાડો
  • 150 કંપનીઓના શેરમાં વધારો, 8 કંપનીઓના શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા
  • ગુરુવારના કારોબારમાં 33 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી તો 329 કંપનીઓના શેરોમાં લોઅર સર્કિટ

રિલાયન્સ, ટીસીએસ અને એચડીએફસી બેન્કના શેર એક વર્ષના નીચલા સ્તરે

બજારમાં આવેલા ભારે ઘટાડાને કારણે એનએસઈમાં 783 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા છે. એક વર્ષના નીચલા સ્તર પર જનારી કંપનીઓમાં રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, એચપીસીએલ, આઈટીસી, એલએન્ડટી અને સ્પાઈસજેટનું નામ સામેલ છે. ગેલ, હીરો મોટોકોર્પ, એસીસી, બીઈએમએલ, જિલેટ અને ગ્લેનમાર્ક ફાર્માનું નામ પણ આ લિસ્ટમાં છે.
સવારના કારોબારમાં બજારની સ્થિતિ

કોરોનાવાઈરસ અને અમેરિકાની સાથે વિશ્વભરના શેરોમાં ઘટાડાની અસર ભારતીય બજારોમાં જોવા મળી રહી છે. ગુરુવારે સેન્સેક્સ 1821 અંક ઘટીને ખુલ્યો હતો. તે 34,003.58ની સપાટીએ પહોંચ્યો હતો. આ જ રીતે નિફ્ટી 470 અંકના ઘટાડા સાથે 9,990.95 પર પહોંચ્યો હતો. અમેરિકાના ઈન્ડેક્સ ડાઉ જોન્સમાં એક વખત ફરી રેકોર્ડ 1464 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નેસ્ડેક, એફટીએસઈ, કોસ્પી, નિક્કેઈ સહિત તમામ અગ્રણી ઈન્ડેક્સ પણ નીચે આવ્યા છે. 9 માર્ચે સેન્સેક્સમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ દિવસે સેન્સેક્સ 1941 અંક ઘટ્યો હતો.

ટાટા સ્ટીલ, ONGC, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

સેન્સેક્સ પર ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એક્સિસ બેન્ક અને એસબીઆઈ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ 11.11 ટકા ઘટી 88.00 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.83 ટકા ઘટી 272.95 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 7.61 ટકા ઘટી 66.20 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 7.08 ટકા ઘટી 227.85 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 6.77 ટકા ઘટી 576.85 પર કારોબાર કરી રહ્યો છે.

નિફ્ટીના ટોપ લુઝર

શેર ઘટાડો
યસ બેન્ક 13.02% ટકા
યુપીએલ 12.95% ટકા
વેદાંતા 12.61 ટકા
હિન્ડાલ્કો 12.26 ટકા
ઓએનજીસી 12.13 ટકા

અમેરિકાના બજારોમાં રેકોર્ડ ઘટાડો

અમેરિકાના રાષ્ટ્રપતિએ 26 યુરોપીય દેશો ઉપર અમેરિકામાં મુસાફરી કરવાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ શુક્રવારે રાતથી શરૂ થઈને અગામી 30 દિવસ સુધી ચાલુ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ અમેરિકાના બજારોમાં એક વખત રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સે એક વખત ઘટાડાનો ઈતિહાસ રચ્યો છે. ડાઉ જોન્સમાં 1464 અંકનો ઘટાડો થયો હતો. આ ડાઉ જોન્સના ઈતિહાસની સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 28 ફેબ્રુઆરીએ પણ ડાઉ જોન્સે ઘટાડાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે દિવસે તે 1190.95 અંક ઘટ્યો હતો. જોકે કોરોબારના અગામી દિવસે બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને ડાઉ 1293.96 અંક વધી બંધ થયો હતો.

નેસ્ડેક 4.70 ટકા અને ડાઉ 5.86 ટકા ઘટ્યો

બજાર બંધ ભાવ ઘટાડો અંકમાં ટકાવારીમાં
ડાઉ જોન્સ 23,553.20 1,464.94 5.86%
નેસ્ડેક 7,952.05 392.20 4.70%
એસએન્ડપી 2,741.38 140.85 4.89%

 

અમેરિકામાં કોરોનાવાઈરસના 1200 મામલાઓ

અત્યાર સુધીમાં વિશ્વભરમાં 4300 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક લાખ 19 હજારથી વધુ મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 12000 મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here