શેરબજાર : સેન્સેક્સ 907 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; હીન્ડલકો, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

0
9

મુંબઈ. ભારતીય શેરબજારમાં આજે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 907 અંક ઘટીને 30740 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 266 અંક ઘટીને 8995 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર હીન્ડલકો, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી અને ટાટા મોટર્સ સહિતના શેર ઘટીને કારોબાર કરી રહ્યાં છે. જોકે આઈટીસી વધીને કારોબાર કરી રહ્યો છે.

અમેરિકા, ચીનના બજાર ઘટાડા સાથે બંધ

સોમવારે ભારતીય બજાર સામાન્ય વધારા સાથે બંધ થયા હતા, જોકે અમેરિકા અને ચીનના બજારમાં ઘટાડો રહ્યો હતો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 2.44 ટકા ઘટાડા સાથે 592.05 અંક ઘટીને 23,650.40 પર બંધ થયા હતા. જ્યારે અમેરિકાનું બીજુ બજાર નેસ્ડેક 1.03 ટકા ઘટાડા સાથે 89.41 અંક નીચે 8,560.73 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 1.79 ટકા ઘટાડા સાથે 51.40 અંક ઘટીને 2,823.16 પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.96 ટકા ઘટાડા સાથે 27.38 અંક ઘટીને 2,825.17 પર બંધ થયો હતો. જોકે ફ્રાન્સ, ઈટલી, જર્મની, કેનેડાના બજારમાં પણ વધારો જોવા મળ્યો હતો.

કોરોનાથી દેશ અને વિશ્વમાં મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,539 થઈ ગઈ છે. તેમાંથી 14,674નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 3,273 સંક્રમિતો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 592 થઈ છે. આ આંકડો  covid19india.org મુજબ છે. બીજી તરફ વિશ્વમાં કોરોનાવાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 24,81,287 થઈ ચૂકી છે. તેમાંથી 1 લાખ 70 હજાર 436ના મોત થયા છે. આ દરમિયાન 6 લાખ 46 હજાર 854 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 42 હજાર 514 થઈ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here