સપ્તાહ ના અંત માં સેન્સેક્સ માં 129 પોઇન્ટ નો ઘટાડો, નિફ્ટી 28 ના ઘટાડા સાથે બંધ

0
3

સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું. શુક્રવારે કારોબારના 30 શેર વાળા ઈંડેક્સ સેંસેક્સ 129.18 પોઈન્ટના ઘટાડા સાથે 37,606.89 પર બંધ થયો હતો. તો NSEના 50 શેરો વાળો નિફ્ટી 28.70 પોઈન્ટના ઘટાડા સાથે 11,073.45 પર બંધ થયો હતો.

111.81 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો હતો સેન્સેક્સ

શુક્રવારે શુરૂઆતમાં બિઝનેસમાં BSEના સેન્સેક્સ 111.81 પોઈન્ટના વધારા સાથે 37,847.88 પર ખુલ્યો હતો. ત્યારે NSEનો નિફ્ટી 37.35 પોઈન્ટના વધારા સાથે 111,139.50 પર ખુલ્યો હતો.

અપોલો હોસ્પિટલ, રિલાયંસ, કોટક મહિંદ્રા, બજાજ ઓટોના શેરમાં ઘટાડો

શુક્રવારે બિઝનેસના અંતમાં ચોલામંડલમ, ઈંડિયાબુલ્સ હાઉસિંગ, એચપીસીએલ, ટીવીએસ મોટર, એનએમડીસી, જુબલિએટ ફૂડ, ઈક્વિટાસ હોલ્ડિંગ, જીએમઆર ઈંફ્રા, ભેલ, અપોલો હોસ્પિટલ, રિલાયંસ, કોટક મહિંદ્રા, બજાજ ઓટો, ટાટા કેમિકલ્સ, એચડીએફસી લાઈફ, મહાનગર ગૈસના શેર ઘટાડા સાથે બંધ થયા. તો બીજી તરફ ટોરેંટ ફાર્મા, પીરામલ ઈંટરપ્રાઈઝ, ગોદરેઝ પ્રોપર્ટીઝ, કેડિલા હેલ્થ, સન ફાર્મા, સિપ્લા, ગ્રાસિમ, વોડાફોન આઈડિયા, ડાબર ઈંડિયા, લ્યુપિન વધારા સાથે બંધ થયા.