શેરબજાર : સેન્સેક્સ 179 અંક ઘટ્યો, નિફ્ટી 8900ની નીચે; કોટક મહિન્દ્રા, હીરો મોટોકોર્પના શેરમાં ઘટાડો

0
7

મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ હાલ 179 અંક ઘટીને 30199 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 39 અંક ઘટીને 8886 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, ઈન્ફોસિસ, હીરો મોટોકોર્પ, ભારતી ઈન્ફ્રાટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. જોકે લાર્સન, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, રિલાયન્સ અને ઓએનજીસી સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) એ ફન્ડિંગ રોકી દીધું છે. તેમણે કહ્યું કે કોરોનાને લઈને WHOઓની ભૂમિકાની સમીક્ષા કરવામાં આવશે. અમેરિકા WHOને વાર્ષિક લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાની નાણાંકીય સહાય કરે છે.

વિશ્વભરના બજારોમા ઘટાડો રહ્યો

બુધવારે ભારતની સાથે વિશ્વના બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાના બજાર ડાઉ જોન્સ 1.86 ટકાના ઘટાડા સાથે 445.41 અંક ઘટીને 23,504.30 પર બંધ. જ્યારે અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 1.44 ટકા ઘટાડા સાથે 122.56 અંક ઘટીને 8,393 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 2.20 ટકા ઘટાડા સાથે 62.70 અંક નીચે 2,783.36 પર બંધ થયા હતા. ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઈટલી, જાપાનના બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.07 ટકા વધારા સાથે 2.08 અંક વધી 2,813.26 પર બંધ થયો હતો.

કોરોનાથી દેશમાં મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12370 થઈ છે. તેમાંથી 10,440 લોકોનો રિપોર્ટ પોઝિટિવ છે. જ્યારે 1508 સંક્રમિત સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનાઓની સંખ્યા 422 થઈ ગઈ છે. આ આંકડો covid19india.org મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here