શેરબજાર : સેન્સેક્સ 25 અંક ઘટ્યો, નિફ્ટી 9150ની નીચે; એક્સિસ બેન્ક, હીરો મોટોકોર્પના શેર ઘટ્યા

0
0
  • એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, એચએસએલ ટેક, હીરો મોટોકોર્પ, એક્સિસ બેન્કના શેર ઘટ્યા
  • ઓએનજીસી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટાઈટન કંપનીના શેર વધ્યા

 

 

મુંબઈ. ભારતીય શેરબજારો સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 25 અંક ઘટીને 31097 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 5.9 અંક ઘટીને 9136 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, એચએસએલ ટેક, હીરો મોટોકોર્પ અને એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 3.14 ટકા ઘટીને 387.70 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.63 ટકા ઘટીને 5,026.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઓએનજીસી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટાઈટન કંપની અને એચડીએફસી સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી 2.10 ટકા વધીને 77.75 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.99 ટકા વધીને 273.95 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here