શેરબજાર : સેન્સેક્સ 268 અંક ઘટ્યો, નિફ્ટી 9200ની નીચે; એમએન્ડએમ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

0
6
  • એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, એચએસએલ ટેક, હીરો મોટોકોર્પ, એક્સિસ બેન્કના શેર ઘટ્યા
  • ઓએનજીસી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટાઈટન કંપનીના શેર વધ્યા

મુંબઈ. રાહત પેકેજના બીજા બ્રેકઅપની ગઈકાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કર્યા બાદ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 268 અંક ઘટીને 30838 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 73 અંક ઘટીને 9068 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એમએન્ડએમ, મારૂતિ સુઝુકી, એચએસએલ ટેક, હીરો મોટોકોર્પ અને એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 3.14 ટકા ઘટીને 387.70 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 1.63 ટકા ઘટીને 5,026.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઓએનજીસી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટાઈટન કંપની અને એચડીએફસી સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી 2.10 ટકા વધીને 77.75 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.99 ટકા વધીને 273.95 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here