Friday, October 22, 2021
Homeશેરબજાર : સેન્સેક્સ 324 અંક ઘટ્યો, નિફ્ટી 10300ની નીચે; એક્સિસ બેન્ક, બજાજ...
Array

શેરબજાર : સેન્સેક્સ 324 અંક ઘટ્યો, નિફ્ટી 10300ની નીચે; એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

  • એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ઘટ્યા
  • આઈટીસી, સન ફાર્મા, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસના શેર વધ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 324 અંક ઘટી 34846 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 90 અંક ઘટી 10292 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.61 ટકા ઘટીને 409.70 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.75 ટકા ઘટીને 2824.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે આઈટીસી, સન ફાર્મા, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આઈટીસી 1.61 ટકા વધી 198.25 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.17 ટકા વધી 485.55 પર કારોબાર કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments