શેરબજાર : 42,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સેન્સેક્સ, લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 165 લાખ કરોડને પાર.

0
12

મજબૂત વૈશ્વિક સંકેતોના આધારે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે શરૂઆતના વેપારમાં જ સેન્સેક્સ 630 પોઈન્ટ વધીને 42,523ની સપાટી પર નોંધાયો હતો અને નિફ્ટી 177 પોઈન્ટ વધીને 12,440ની સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારમાં બેન્કિંગ, આઈટી અને ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી હતી.

નિફ્ટીમાં ડિવિઝ લેબનો શેર 4% ઉપર વેપાર કરી રહ્યો છે. ICICI બેન્કનો શેર પર 2% ઉપર વેપાર કરી રહ્યો છે. HCL ટેક અને ઈન્ફોસિસના શેર પર 1-1 ટકા કરતાં વધારે તેજી સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે સિપ્લા અને આઈટીસીના શેરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સવારે BSE સેન્સેક્સ 42,273 અને નિફ્ટી 12,399ના રેકોર્ડ સ્તરે ખૂલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here