શેરબજાર : સેન્સેક્સ 196 અંક વધ્યો, નિફ્ટીએ 10360ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા

0
8
  • ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એનટીપીસીના શેર વધ્યા
  • સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ઓએનજીસી, બજાજ ઓટો, એચયુએલના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 196 અંક વધીને 35158 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 60 અંક વધીને 10372 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ 3.16 ટકા વધી 331.40 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.78 ટકા વધી 352.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ઓએનજીસી, બજાજ ઓટો અને એચયુએલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સના ફાર્મા 1.49 ટકા ઘટીને 474.60 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 0.85 ટકા ઘટીને 81.70 પર બંધ રહ્યો હતો.