શેરબજાર : સેન્સેક્સ 299 અંક વધ્યો, નિફ્ટીએ 13,400ની સપાટી વટાવી : સન ફાર્મા, ITC ના શેર વધ્યા.

0
3

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 299 અંક વધી 45,908 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 87 અંક વધી 13480 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર સન ફાર્મા, ITC, HCL ટેક, TCS, એશિયન પેઈન્ટ્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા 2.34 ટકા વધી 581.85 પર કારોબાર કરી રહ્યો છે. ITC 1.65 ટકા વધી 205.80 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.66 ટકા ઘટી 5180.70 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 0.17 ટકા ઘટી 1,169.20 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં ખરીદી

આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 303 અંક વધી 26771 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 326 અંકના વધારા સાથે 26631 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.11 ટકા વધી 3414 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજારોમાં ખરીદી

મંગળવારે અમેરિકાનાં બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.35 ટકા વધારા સાથે 104.09 અંક વધી 30173.90 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 0.28 ટકા વધી 3702.25 પર બંધ થય હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ 62.83 અંક વધી 12582.80 પર બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here