શેરબજાર : સેન્સેક્સ 306 અંક વધ્યો, નિફ્ટીએ 11500ની સપાટી વટાવી : HCL ટેક, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

0
5
  • HCL ટેક, ટેક મહિન્દ્રા, TCS, રિલાયન્સ, ઈન્ફોસિસના શેર વધ્યા
  • બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, HUL,મારૂતિ સુઝુુકી, નેસ્લેના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 306 અંક વધીને 39161 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 76 અંક વધીને 11541 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, રિલાયન્સ, ઈન્ફોસિસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એચસીએલ ટેક 5.85 ટકા વધીને 763.25 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.42 ટકા વધીને 783.45 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, મારૂતિ સુઝુુકી, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 0.66 ટકા ઘટી 3520.00 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 0.56 ટકા ઘટી 2023.75 પર કારોબાર કરી રહ્યો છે.