માર્કેટ : શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 335 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 12,000 સપાટીને પાર

0
21

બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારમાં આશરે 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ફ્રન્ટલાઈન શેરોમાં મોટાપાયે વેલ્યુ બેઇંગ નિકળતા તેમ જ સ્થાનિક અને વિદેશી ફંડોની મેટલ, ઓટો,એફએમસીજી શેરોમાં આકર્ષક ખરીદદારીને પગલે સેન્સેક્સે 337 પોઇન્ટ જ્યારે નિફ્ટીએ 87 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. આ સાથે નિફ્ટી ફરી એક વખત 12,000 સપાટી કુદાવી દીધી છે.

સેન્સેક્સ પણ 41,000 સપાટીની લગોલગ પહોંચી ગયો છે. માર્કેટબ્રેડ્થ અત્યંત તેજીમય રહ્યું છે. તાતા મોટર્સ, વેદાંતા, યસબેન્ક, તાતા સ્ટીલ, એક્સિસ બેન્ક, એસબીઆઈ, સીટીસીએ, મારુતિ, એમએન્ડએમ, એલએન્ડટીના શેરોમાં તેજી જોવા મળે છે. જ્યારે ભારતી એરટેલ, કોટક બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ-ઓટોના શેરોમાં મામુલી ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here