શેરબજાર : સેન્સેક્સ 448 અંક વધ્યો, નિફ્ટીએ 10100ની સપાટી વટાવી; બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી

0
0
  • બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસીના શેરમાં તેજી
  • ટીસીએસ,ભારતી એરટેલ, એચસીએલ ટેક, એચયુએલ અને ઈન્ફોસિસના શેરમાં મંદી

મુંબઈ. ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 448.03 અંક વધી 34273.56 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 143.55 અંક વધી 10100 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને ઓએનજીસી સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ફાઈનાન્સ 5.47 ટકા વધી 2468.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 4.32 ટકા વધી 363.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટીસીએસ,ભારતી એરટેલ, એચસીએલ ટેક, એચયુએલ અને ઈન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટીસીએસ 0.39 ટકા ઘટી 2,039.00 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 0.77 ટકા ઘટી 553.70 પર કારોબાર કરી રહ્યો છે.