શેરબજાર : સેન્સેકસ 622 પોઈન્ટ વધીને 43277 અને નિફ્ટી 170 પોઈન્ટ વધીને 12,631 પર બંધ.

0
12

ફાઈઝર દ્વારા કોરોના વેક્સિનના સફળ પરીક્ષણના સમાચારના પગલે સોમવારે વૈશ્વિક બજારોમાં ભારે તેજી આવી હતી. તેની અસર હેઠળ આજે મંગળવારે ભારતીય શેરબજારોમાં પણ સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો થયો હતો. આજે સેન્સેક્સ 680.22 પોઈન્ટ વધતા પહેલીવાર તેનું સ્તર 43,000ને પાર ગયું હતું અને સેન્સેક્સ 43,277.65 પોઈન્ટ પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 170.05 પોઈન્ટ વધીને 12631.10ની સર્વોચ્ચ સપાટીએ પહોચી હતી.

દિગ્ગજ શેરોમાં તેજી

માર્કેટમાં શાનદાર વધારાને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ રૂ. 166 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. દિગ્ગજ શેરોમાં રિલાયન્નોસ શેર 1.67% ની મજબૂતી સાથે 2084 પર પહોચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ પણ 14 લાખ કરોડને પાર થઈ ગયું છે. શેરમાં વધારાને કારણે એચડીએફસી બેંકનું માર્કેટ કેપ પણ પ્રથમ વખત 7.57 લાખ કરોડને પાર થઈ ગયું છે. એચડીએફસી બેન્ક 4% વધીને રૂ. 1394 થયો હતો. તેવી જ રીતે બજાજ ફાઈનાન્સનો શેર 9% વધીને રૂ. 4208.60 પર બંધ થયો હતો.

BSE પર સૌથી વધુ તેજીમાં રહેલા શેર

કંપની બંધ ભાવ (રૂ./શેર) વધારો
બજાજ ફાઈનાન્સ 4,208.60 8.84%
ઇન્ડસઇન્ડ બેંક 835.05 7.71%
L&T 1,033 6.99%
બજાજ ફિનસર્વ 6,686.95 6.44%
HDFC 2,271.85 5.62%
SBI 231.70 5.56%
ICICI બેંક 483.90 4.58%
HDFC બેંક 1,393.60 3.93%
ONGC 70.70 3.36%
એક્સિસ બેંક 583.50 3.26%

 

બજારમાં તેજીનાં કારણ.

1. કોરોના વેક્સિન – ફાર્મા કંપની ફાઇઝરએ જણાવ્યું હતું કે છેલ્લા તબક્કાની ટ્રાયલમાં વેક્સિન 90% સુરક્ષિત અને અસરકારક હોવાનું જણાયું છે.

2. વૈશ્વિક બજારોમાં તેજી- વેક્સિનના સમાચાર પછી વૈશ્વિક બજારમાં શાનદાર તેજી જોવા મળી. યુરોપિયન બજારોમાં 6% સુધીનો ઉછાળો જોવા મળ્યો. આ સિવાય અમેરિકી શેરબજારમાં પણ 4% ઉછાળો આવ્યો હતો.

3. રાહત પેકેજની સંભાવના – સરકારે અન્ય રાહત પેકેજની જાહેરાતના સંકેત આપ્યા છે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાની ગતિ સુધરી છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે નાણાકીય પગલાં લેવાઇ શકે છે.

શાનદાર તેજીની અસર

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડનની જીત બાદ વૈશ્વિક બજારોમાં શાનદાર તેજી જોવા મળી. સતત સાતમા કારોબારી દિવસે પણ બજારમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. આજે બીએસઈ સેન્સેક્સ 43,118.11 પર પહોંચી ગયો છે અને નિફ્ટી 12,598.35 પર પહોંચી ગઈ છે, જે ઇન્ટ્રાડેની દૃષ્ટિએ બંને સૂચકાંકોમાં સૌથી વધુ છે.

એશિયન બજારોમાં ઉછાળો

મંગળવારે એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઇ ઇંડેક્સ 185 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 252 પોઇન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.12% ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.

દુનિયાભરનાં બજારોમાં રહી તેજી

કોરોના વેક્સિનના સમાચારથી સોમવારે દુનિયાભરનાં બજારોમાં તેજી જોવા મળી હતી. અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ 2.95% વધીને 834.57 પોઇન્ટના વધારા સાથે 29,158ની સપાટીએ બંધ રહ્યો હતો. એસએન્ડપી 500 ઇન્ડેક્સ પણ 1.17% વધીને 41.56 પોઇન્ટના અંતે 3,550.50 પર બંધ રહ્યો છે, જ્યારે નેસ્ડેક ઇન્ડેક્સ 2.16% ઘટીને 260.96 પોઇન્ટ ઘટીને 11,830.40 પર બંધ રહ્યો હતો.

યુરોપનાં બજારોમાં પણ તેજી

કાલે યુરોપિયન માર્કેટમાં પણ શાનદાર તેજી જોવા મળી હતી. બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 4.67% વધીને 6,186.29 પર બંધ થયું હતુ. ફ્રાન્સનો CAC ઇન્ડેક્સ 7.57% વધીને 5,336.32 પર બંધ થયો હતો. સોમવારે જર્મનીનો DAX ઈન્ડેક્સ પણ 4.94% વધીને 13,096 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here