શેરબજાર : સેન્સેક્સ 95 અંક વધ્યો, નિફ્ટીએ 10500ની સપાટી વટાવી; બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

0
4
  • બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, નેસ્લેના શેર વધ્યા
  • ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસીના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોનું આજે ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 95 અંક વધીને 35939 પર કારોબાર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 35 અંક વધીને 10586 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, નેસ્લે, એચસીએલ ટેક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ઓટો 2.22 ટકા વધી 2932.50 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 1.86 ટકા વધી 1718.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, એમએન્ડએમ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.21 ટકા વધી 330.90 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 0.80 ટકા ઘટી 490.70 પર કારોબાર કરી રહ્યો છે.