કોરોના વેક્સીન : ભારતની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું ઉત્પાદન કરશે

0
9

કોરોનાવાઈરસે લાખો લોકોને પોતાના ઝપેટામાં લીધા છે. વિશ્વભરમાં કોરોનાવાઈરસની વેક્સીન અર્થાત રસી બનાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ રસી બનાવવા માટે ટ્રાયલ શરૂ કર્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું ઉત્પાદન પૂણેમાં આવેલી સિરમ ઈન્સ્ટિટ્યૂટ 2થી 3 અઠવાડિયામાં  કરશે. જો ક્લિનિકલ ટ્રાયલ સફળ રહેશે તો તેને આગામી ઓક્ટોબર મહિનામાં રસી તૈયાર થશે.

1 મહિનાની અંદર 50 લાખ રસી બનશે

ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળી રસી બનાવવા માટે વિશ્વભરમાં 7 સંસ્થાઓએ પાર્ટનરશિપ કરી છે. તેમાની એક ભારતની સિરમ ઈન્સ્ટિટ્યૂટ છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અગર પૂનાવાલાના જણાવ્યા અનુસાર, સિરમ ઈન્સ્ટિટ્યૂટની ટીમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડોક્ટર હિલ સાથે કામ કરી રહી છે. 2થી 3 અઠવાડિયાંની અંદર તેનું ઉત્પાદન શરૂ થશે અને 1 મહિનાની અંદર 50 લાખ રસી બનાવી શકાશે. જો ક્લિનિકલ ટ્રાયલ સફળ રહ્યા તો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં રસી તૈયાર થઈ જશે. 2-3 અઠવાડિયાંમાં ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

કંપનીના પૂણેની લેબમાં રસી તૈયાર થશે

કોરોનાવાઈરસની આ રસી સિરમ ઈન્સ્ટિટ્યૂટની પૂણેની લેબમાં રસી તૈયાર થશે. કંપની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજીની સાથે મળી તમામ પ્રોસિજરનું પાલન કરી રહી છે. કંપની તેની બનાવેલી રસી માટે પેટન્ટ પણ ફાઈલ નહીં કરાવે અને જો ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળશે તો તૈયાર થયેલી રસીને ભારત જ નહીં દુનિયાભરમાં પહોંચાડવામાં આવશે.  કંપનાના CEOના જણાવ્યા અનુસાર તેમને આશા છે કે કોરોનાવાઈરસની રસી શોધનાર કોઈ પણ કંપની રસીની પેટન્ટ ફાઈલ ન કરાવે અને બને તેટલી ઝડપે તેને સમગ્ર વિશ્વસુધી પહોંચાડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here