કોરોના ઈન્ડિયા : સિરમ ઈન્સ્ટીટ્યૂટે કોરોના વેક્સિનની ટ્રાયલ અટકાવી, કહ્યું- અમે ડ્રગ કંટ્રોલરના નિયમોનું પાલન કરી રહ્યા છીએ; દેશમાં અત્યાર સુધી 44.70 લાખ કેસ

0
0

પૂણેના સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનની ટ્રાયલ ભારતમાં અટકાવી દીધી છે. બ્રિટનમાં ટ્રાયલ અટક્યા પછી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ બુધવારે પૂણેના સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ભારતમાં ટ્રાયલ ન અટકાવવાનું કારણ પુછ્યું અને કારણ જણાવો નોટિસ આપી હતી.

જો કે, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લંડનની ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન બનાવી રહી છે. જેની ટ્રાયલ ભારત સહિત ઘણા દેશોમાં ચાલી રહી છે. બે દિવસ પહેલા એક વ્યક્તિના બિમાર હોવાના કારણે બ્રિટનમાં આ ટ્રાયલને અટકાવી દેવાઈ હતી. આ વ્યક્તિ આ ટ્રાયલમાં સામેલ હતી. તો આ તરફ સિરમ ઈન્સ્ટીટ્યૂટે કહ્યું કે, ડ્રગ્સ કંટ્રોલરે અત્યાર સુધી ટેસ્ટિંગ અટકાવવા માટે કહ્યું નથી, પરંતુ જે પણ આદેશ મળશે તેનું પાલન કરાશે. જો ટ્રાયલ ચાલુ રહેશે તો અમે તમામ સાવધાનીનું ધ્યાન રાખીશું

સિરમ ઈન્સ્ટીટ્યૂટે કહ્યું, અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને એસ્ટ્રાજેનેકાના ટ્રાયલ શરૂ કરવા સુધી ભારતમાં ટ્રાયલ અટકાવી રહ્યા છે. અમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના આદેશનું પાલન કરી રહ્યા છીએ.તો આ તરફ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 44 લાખ 70 હજાર 166 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 95 હજાર 735 દર્દી વધ્યા અને 1,172 લોકોના મોત થયા છે. હવે દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 44 લાખ 65 હજાર 864 થઈ ગઈ છે. સાથે જ 9 લાખ 19 હજાર 18 એક્ટિવ કેસ છે. 34 લાખ 71 હજાર 784 દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી દેશમાં 75 હજાર 62 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
  • રાજધાની દિલ્હીમાં પિંક અને યલો લાઈન પછી આજથી રેડ અને ગ્રીન લાઈન પર પણ મેટ્રો શરૂ થઈ ગઈ છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઊભી થઈ છે. દેવાસ, જબલપુર, ગ્વાલિયર, શિવપુરી સહિત ઘણા જિલ્લામાં મંગળવાર-બુધવારે આ મુશ્કેલી ઊભી થઈ છે. દેવાસની અમલતાસ હોસ્પિટલમાં કોરોના દર્દી 7 કલાક સુધી ઓક્સિજન માટે હેરાન થયા હતા. આ મુશ્કેલી એટલા માટે આવી, કારણ કે છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રે સપ્લાઈ અટકાવી દીધી હતી.

રાજ્યમાં હાલ કોવિડના એક્ટિવ કેસ 17 હજાર 700થી વધુ છે. જેમાંથી 20% દર્દીઓને ઓક્સિજનની જરૂર છે. મહારાષ્ટ્રથી સપ્લાઈ અટકાવ્યા પછી એકાએક અછત સર્જાઈ હતી. હોસ્પિટલમાં જુલાઈમાં દરરોજ 40 ટન તો ઓગસ્ટમાં 90 ટન ઓક્સિજનનો વપરાશ થયો હતો. તો આ તરફ ઈન્દોરમાં સતત કેસ વધ્યા પછી વેપારીઓએ વીકેન્ડ એટલે કે શનિવારે 5 અને રવિવારે સાંજે 6 વાગ્યે દુકાન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાન

રાજ્યમાં બુધવારે રેકોર્ડ 1610 દર્દી મળ્યા હતા. આવું પહેલી વખત બન્યું છે જ્યારે રાજસ્થાનમાં એક દિવસમાં 1600થી વધુ સંક્રમિત નોંધાયા છે. તો આ તરફ જોધપુર જિલ્લામાં સ્ટેટ રિપોર્ટમાં 220 સંક્રમિત નોંધાયા છે, પરંતુ સ્થાનિક માહિતી પ્રમાણે 450 પોઝિટિવ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી 15 હજાર 633 કેસ નોંધાયા છે. જ્યારે 12 હજાર 212 સાજા થયા છે. 223 લોકોના આ બિમારીના કારણે મોત થયા છે.

બિહાર

પટના જિલ્લામાં બુધવારે 206 દર્દી નોંધાયા છે. જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 22 હજાર 900 થઈ ગઈ છે. જેમાં 20 હજાર 699 સાજા થઈ ચુક્યા છે. હવે 2,109 એક્ટિવ કેસ છે. સાજા થયેલા દર્દીઓની ટકાવારી 90% થઈ ગઈ છે. રાજ્યમાં ફરી 1.2 લાખ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે.આ સાથે જ અત્યાર સુધી 44.5 લાખ કોરોના ટેસ્ટની તપાસ કરવામાં આવી છે. પોઝિટિવિટી રેટ પણ 3.4% પર પહોંચી ગયો છે.

RJDના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહની તબિયત લથડવાથી તેમને દિલ્હી એઈમ્સ પ્રશાસને ICUમાં શિફ્ટ કરી દીધા છે. 10 દિવસોથી એઈમ્સમાં દાખલ છે. તેમના નજીકના લોકોનું કહેવું છે કે, તે કોરોનાના સાઈડ ઈફેક્ટથી પુરી રીતે બહાર આવી શક્યા નથી. તો આ તરફ RJD નેતા અબ્દુલ વારી સિદ્દીકી પણ પોઝિટિવ થયા છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં બુધવારે 23 હજાર 577 નવા દર્દી નોંધાયા હતા. 13 હજાર 906 લોકો સાજા થયા છે, જ્યારે 308 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 લાખ 67 હજાર 349 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 6 લાખ 86 હજાર 462 લોકો સાજા થયા છે. 2 લાખ 52 હજાર 734 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 27 હજાર 787 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં એક સપ્તાહથી 5 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. બુધવારે 6 હજાર 568 દર્દી નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો હવે 2 લાખ 85 હજાર 41 પર પહોંચી ગયો છે. જેમાંથી 2 લાખ 16 હજાર 901 લોકો સાજા થયા છે, જ્યારે 64 હજાર 28 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1.4 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 69.2 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here