સોનગઢ : પૂર્વ મંત્રી કાંતિ ગામીત સહિત 19 લોકોના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા.

0
6

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે પૂર્વ મંત્રી કાંતિ ગામીતના પૌત્રીની સગાઈ થઈ હતી. આ સગાઈ અને તુલસી વિવાહના પ્રસંગે હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થયા હતા અને નૃત્ય કર્યું હતું. આ સમયે કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. જેથી પોલીસે કાર્યવાહી કરીને પૂર્વમંત્રી કાંતિ ગામિત સહિત તેમના પુત્ર જીતુ ગામિત અને 19 લોકોની ધરપકડ કરી હતી. જો કે આજે સેશન્સ કોર્ટે તમામને શરતોના આધારે જામીન આપ્યા છે.

3 જામીન અરજી મુકવામાં આવી હતી.

19 લોકોની જામીનને લઈ સેશન્સ કોર્ટમાંથી સુનાવણી હાથ ધરાઈ હતી.તાપી સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ પીપી તરીકે સુરતના નયન સુખડવાલાએ રજૂઆત કરી હતી.19 લોકોની 3 જામીન અરજીઓ મૂકવામાં આવી હતી. તમામ 19 આરોપીઓના જામીન સેશન્સ જજે મંજૂર કરી હતી.

શરતોના આધારે જામીન

કાંતિ ગામિત સહિતનાને 25000 રૂપિયાના શરતી જામીન મળ્યા હતાં. કોવિડના નિયમોનો ભંગ કરતા ટોળા ભેગા ન કરવા અને પોલીસ તપાસમાં સહયોગ આપવાની શરતે જામીન મંજૂર કર્યા હતાં. પૂર્વ મંત્રી કાંતિ ગામિત,પુત્ર જીતુ ગામિત,પી આઈ સી કે ચૌધરી અને કોન્સ્ટેબલ નિલેશ ગામિત સહિત 19 વ્યક્તિના જામીન મંજૂર કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here