ડીસા : સેવન સ્ટાર ગ્રુપ દ્રારા ગરીબો માટે ઉમદા કાર્ય કરવામાં આવ્યું

0
120
ડીસાના સેવન સ્ટાર ગ્રુપ દ્રારા ગરીબો માટે માનવતા મહેકાવી હતી.જેમાં ગરીબો માટે માનવતાની દીવાલ ઉભી કરીને ગરીબો માટે જીવન જરૂરીઆ વસ્તુઓ ઉપલબ્ધ કરાય તે અર્થે ઉમદા  કાર્ય કરવામાં આવ્યું હતુ.
ડીસા ખાતે અનેક ગ્રૂપ દ્રારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.ત્યારે તાજેતરમાં સેવન સ્ટાર ગ્રુપ દ્રારા ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર પાસે માનવતાની દિવાલનું લોકાર્પણ કરવામા આવ્યું હતું.
જોકે માનવતાની દીવાલ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જેમાં ગરીબો પોતાની જીવન જરૂરિયાત ચીઝ વસ્તુઓ મેળવી શકે ત્યારે સેવન સ્ટાર ગ્રુપ દ્રારા માનવતાની દિવાલનું ઉદ્ઘાટન કરી લોકો બિન જરૂઆત ચીઝ વસ્તુઓ અત્રે મૂકી જાય તે અર્થે આહવાન કર્યું હતું..જેને લઈ ગરીબોમાં પણ આનંદ છવાયો હતો.અને આ કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટર : મિતેષ શાહ, CN24NEWS, ડીસા, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here