કોરોના સંક્ર્મણ રોકવા શામળાજી મંદિર આગામી ચાર દિવસ દર્શનાર્થી માટે બંધ.

0
6

કોરોના સંક્ર્મણ રોકવા શામળાજી મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય કરાયો છે. કારતકી મેળામાં થનાર સંક્રમણ રોકવા મંદિર ચાર દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે ત્યારે આગામી તારીખ 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મેળો મોકૂફ રખાયા બાદ મંદિર પણ બંધ રહેશે. માત્ર બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે પરંતુ ભક્તો ચાર દિવસ મંદિરમાં દર્શન નહીં કરી શકે.

રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઇને તંત્ર સતર્ક થઇ ગયું છે અને આ વચ્ચે રાજ્યના મહાનગર એવા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. તે બાદ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી અનેક મંદિરો બંધ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે વધતા કોરોના સંક્રમણ વચ્ચે યાત્રાધામ શામળાજી મંદિર બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 27થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવામાં આવશે આ સિવાય સૌથી મોટો ગણાતો કાર્તિક મેળો પણ રદ કરવામાં આવ્યો છે.