અફઘાનિસ્તાન પ્લેન ક્રેશને લઇ થયો ચોંકાવનારો દાવો, અમેરિકાનું નામ આવતા જ બોલ્યું કે.

0
16

અફઘાનિસ્તાનમાં ગઇકાલે પેસેન્જર વિમાન ક્રેશ થયાના સમાચારે દુનિયા આખીને એક સમય માટે ચમકાવી દીધી હતી. બધાને અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ક્રેશ થયેલા વિમાન અકસ્માતની યાદ તાજી કરાવી દીધી હતી. તો આ બધાની વચ્ચે તાલિબાને ચોંકાવનારો દાવો કર્યો છે.

તાલિબાને દાવો કર્યો કે પૂર્વ અફઘાનિસ્તાનમાં અકસ્માતગ્રસ્ત થયેલ વિમાન અમેરિકન સેનાનું છે. આ વિસ્તારના કાર્યરત તારીક ગજનીવાલે એ કહ્યું કે તેમમે વિમાનને સળગતું જોયું છે. ટ્વિટર પર ગજનીવાલાએ એસોસીએટેડ પ્રેસને કહ્યુંકે તેમણે બે મૃતદેહ જોયા અને વિમાનનો આગળનો હિસ્સો ખૂબ જ ખરાબ રીતે સળગી ગયો હતો.

તેમણે કહ્યું કે વિમાનને અને તેના પાછળના ભાગને વધુ નુકસાન થયું નથી. ગજનીવાલની તરફથી અપાયેલી માહિતીનું સ્વતંત્ર રીતે સત્યાપન થઇ શકયું નથી. તાલિબાનના પ્રવકતા જબીઉલ્લા મુજાહિદે કહ્યું કે અમેરિકન વાયુ સેનાનું એક વિમાન ગજની પ્રાંતમાં અકસ્માતનો ભોગ બન્યું. ગજનીવાલે કહ્યું કે અકસ્માતસ્થળ અમેરિકન સેનાના બેઝથી અંદાજે 10 કિલોમીટર દૂર છે.

અમેરિકન મધ્ય કમાનના પ્રવકતા અમેરિકન સેનાના મેજર બેથ રિયોર્ડને તાલિબાનના દાવા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. આની પહેલાં તેમણે માન્યું હતું કે અમેરિકન સેના તાલિબાનના કબ્જાવાળા વિસ્તારમાં એક વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર આવેલા કથિત દુર્ઘટના સ્થળની તસવીરો પરથી સંકેત મળ્યા છે કે આ બોમ્બાર્ડિયર ઇ-11એ વિમાન હોઇ શકે છે. અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક નજર રાખવા માટે આ વિમાનનો ઉપયોગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here