‘બંટી ઔર બબલી 2’ : કોરોના કાળમાં સુરક્ષાની બધી વ્યવસ્થા વચ્ચે શૂટિંગ પૂરું થયું, સૈફ અલી ખાને કહ્યું- સેટ પર ઘરથી વધુ સેફ ફીલ થયું

0
11

કોરોનાના માહોલ વચ્ચે જ સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘે ‘બંટી ઔર બબલી 2’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. જોકે આ આઉટડોરને બદલે ઇનડોર એટલે કે સ્ટુડિયોમાં થયું છે.

કોરોનાના માહોલમાં શૂટિંગ માટે યશરાજ ફિલ્મ્સે સેટ પર સુરક્ષાનું બધું ધ્યાન રાખ્યું હતું. પ્રોડક્શન હાઉસે ત્યાં હાજર દરેક સભ્યનો ટેસ્ટ કરવાની સાથે સેટ પર મેડિકલ સ્ટાફની વ્યવસ્થા પણ કરી રાખી હતી. આ સિવાય ટીમે આખી કાસ્ટ અને ક્રૂને શૂટ પહેલાં ક્વોરન્ટીનની પ્રક્રિયાનું પાલન કરવાના આદેશ આપ્યા હતા જેથી સેટ બધા માટે સેફ રહે.

ડિરેક્ટર બોલ્યા, દરેક સભ્યનો કોરોના ટેસ્ટ થયો હતો
કોરોના કાળમાં શૂટિંગનો અનુભવ શેર કરતા ફિલ્મના ડિરેક્ટર વરુણ શર્માએ જણાવ્યું, ‘અમે શૂટિંગનું સેફ વાતાવરણ મળે તે માટે સંભવિત તમામ ઉપાય કર્યા હતા. અમને જણાવતા ખુશી થાય છે કે સેટ પર કોઈ અનપેક્ષિત ઘટના થઇ નથી. આર્ટિસ્ટ સહિત સમગ્ર ક્રૂ ટેસ્ટનો શૂટ પહેલાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, ત્યારબાદ ક્રૂને હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવી જેથી તેઓ સેફ રહે અને તેમના સુધી વાઇરસ પહોંચી ન શકે.’

‘આર્ટિસ્ટ હોમ ક્વોરન્ટીનમાં રહ્યા અને શૂટ દરમ્યાન કોઈને પણ ન મળ્યા. હોટલથી સેટ સુધી ક્રૂના સભ્યોની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ YRF દ્વારા કરવામાં આવી હતી. તે કારના ડ્રાઈવર્સની પણ તપાસ કરીને તેમને ક્રૂ સાથે ક્વોરન્ટીન કરવામાં આવ્યા. અમે સુરક્ષાના તમામ ઉપાયોનું પાલન કરીને કામ કર્યું. મને ખુશી છે કે બધું સરસ રીતે થયું અને આનાથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શૂટ પર કમબેક કરવાની હિંમત મળશે.’

સૈફે કહ્યું, સેટ પર ઘર કરતાં વધુ સુરક્ષિત માહોલ હતો
સૈફ અલી ખાને કહ્યું, ‘અમને સેટ પર ઘણી મજા આવી. યશરાજ દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ હતી. આ સેન્સેટિવ સમય છે અને જોખમ ને ધ્યાનમાં રાખીને સ્ટાર્સ, મેકર્સ, ક્રૂ અને દરેકે વધારે સાવધાની રાખવાની જરૂર હતી. અમને શૂટિંગનો સૌથી સારો અનુભવ મળ્યો. અમને અહીંયા ઘરથી પણ વધુ સેફ ફીલ થયું. મને આશા છે કે ઇન્ડસ્ટ્રીમાં બધા એટલા જ સતર્ક હશે જેટલા આદિત્ય ચોપરા છે. જ્યારે આખી ટીમ સેટ પર આવી તો અમે આશ્વસ્ત હતા કે વાઇરસથી અમને કોઈ નુકસાન નહીં થાય. આ ઘણો સુકૂન ભર્યો અનુભવ હતો. અમારી ટીમ ઘણા મહિનાઓ પછી મળી રહી હતી એટલે એકબીજાને મળવામાં, મજા કરવામાં અને શૂટ કરવામાં ઘણી મજા આવી.’

રાની મુખર્જીએ પણ વ્યવસ્થાના વખાણ કર્યા
રાનીએ કહ્યું, ‘અમે મહામારી વચ્ચે આ સિક્વન્સ શૂટ કરી કારણકે અમને સેટ પર ઘણું સેફ ફીલ કરાવવામાં આવ્યું. શૂટિંગનો સારો અનુભવ મળે તે માટે આ જરૂરી હતું. અમને એકબીજા સાથે શૂટિંગ કરવામાં ઘણી મજા પડી. મહામારી પહેલાં શૂટ કરવાની અમારી ઘણી જૂની યાદો તાજી થઇ ગઈ અને આખી ટીમ ખુશ હતી.’

સિદ્ધાંતે કહ્યું- કમબેકનો અનુભવ મસ્ત રહ્યો
સિદ્ધાંત ચતુર્વેદીએ તેનો અનુભવ કહ્યો કે, ‘શૂટ માટે સેટ પર કમબેક કરવાનો અનુભવ શાનદાર રહ્યો. મને મારી ‘BB -2′ ટીમ ઘણી ગમે છે. હું આખી ટીમને મળવા ઉત્સુક હતો. મહામારી પહેલાં અમને શૂટિંગમાં ઘણી મજા આવી રહી હતી. ત્યારબાદ ન તો અમે શૂટ કરી શક્યા ન એકબીજાને મળી શક્યા. મને શર્વરી, સૈફ સર, રાની મેડમ અને ફિલ્મની પૂરી ટીમને ફરી મળીને ઘણું સારું લાગ્યું. આ ટીમ ખાસ છે અને શૂટિંગનો સૌથી સારો અનુભવ મળ્યો.’

શર્વરીએ કહ્યું, અહીંયા બધા માટે જરૂરી વ્યવસ્થા હતી
શર્વરીએ જણાવ્યું, ‘અમારે એક સોન્ગ સિક્વન્સનું શૂટિંગ પૂરું કરવાનું હતું અને આખી ટીમને સારી રીતે મળવાનો સૌથી સારો ઉપાય પણ આ જ હતો. અમે ધમાલ કરતા આનંદ સાથે એકબીજાને મળ્યા. આટલી મોટી ક્રૂ હોવા છતાં પણ અમને શૂટિંગ પર સેફ અનુભવ મળ્યો. અમે દરેકને સેફ રાખવા માટે બધા ઉપાય કર્યા હતા.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here