વડોદરા : મહિલા તબીબે ક્લિનિક અન્યત્ર ફેરવતા વેરાના રૂપિયા ન આપ્યાના નામે દુકાન માલિકે અપશબ્દો કરી ઝઘડો કર્યો.

0
7

શહેરના રાજમહેલ રોડ પર આવેલ વ્રજ સિદ્ધિ ટાવરમાં મહિલા તબીબે ભાડાની દુકાન રાખી ક્લિનીક શરૂ કર્યું હતું. ત્યારબાદ ક્લિનિક અન્યત્ર ખસેડી વેરા અને ભાડાના રૂપિયાની ચૂકવણી કર્યા બાદ જૂના ક્લિનિકમાં સરસામાન લેવા પહોંચતા દુકાન માલિક મહિલા અને તેમના ઓળખીતાએ અપશબ્દો બોલી ઝઘડો કરી સામાન પાછો નહીં આપવાનો બનાવ નવાપુરા પોલીસ મથકે નોંધાયો છે.

1.75 લાખ ભાડા અને વેરાના ચૂકવ્યાં હતા

શહેરના સમા-સાવલી રોડ પર પરમ હાઇટ્સમાં રહેતા ડોક્ટર મેઘાબેન પટેલ સંગમ ચાર રસ્તા પાસે ક્લિનિક ધરાવે છે. નવાપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ રાજમહેલ રોડ પર વ્રજ સિદ્ધિ ટાવરમાં પ્રિયાબેન પટેલ પાસે પ્રતિમાસ 9 હજાર ભાડા પેટે દુકાન ભાડે રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. અંગત કારણસર અમદાવાદ જવાનું થતા ક્લિનિક દોઢ વર્ષ સુધી બંધ રહ્યું હતું. જે ક્લિનિકમાં સરસામાન હતો. ક્લિનિકનું બાકી ભાડું તેમજ વેરો 21મી ડિસેમ્બરના રોજ દુકાનના માલિક પ્રિયાબેનના કહેવાથી બાકી રહેતું ભાડું અને વેરાના કુલ 1.75લાખ વ્રજ સિદ્ધિ ટાવરમાં કામ કરતા આદિત્ય દૂબે નામના વ્યક્તિને ચૂકવ્યા હતા.

અપશબ્દો બોલી ઝઘડો કર્યો

પ્રિયાબેનના માતાએ મેસેજ કરી મેઘાબેનને સામાન લઈ જવા માટે જણાવ્યું હતું. જેથી તેઓ બીજા દિવસે સામાન લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં પ્રિયાબેને ક્લિનિકની ચાવી નહીં આપી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. અને બચકું ભરી ઇજા પહોંચાડી તેમજ આદિત્ય દુબેએ ધક્કો મારી પકડી રાખ્યા હતા. અને ક્લિનિકમાં રહેલો સામાન કાઢવા દીધો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here