અમદાવાદ : ખરીદી કરવા આવેલી મહિલા પર નિયત બગડતા દુકાન માલિકે કરી આ ગંદી હરકત

0
23

મહિલાઓ સાથે છેડછાડની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. આ જ કારણ છે કે જાહેરમાં વિકૃત માનસિકતાવાળા લોકોથી મહિલાઓ સુરક્ષિત નથી. અમદાવાદ શહેરમાં પણ આવો જ એક શરમજનક બનાવ જોવા મળ્યો. જેમાં એક વિકૃત નરાધમે બળજબરીપૂર્વક મહિલા સાથે છેડતી કરી, ગાલે બચકું પણ ભરી લીધું હતું.

મળતી વિગત મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં એક દુકાનદારે ખરીદી કરવા આવેલી મહિલા પર નિયત બગાડી હતી. દુકાન માલિકે મહિલાને ગાલે બચકું ભરી લીધું હતું અને તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ વિસ્તારમાં આવેલા ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિક સ્ટોરમાં ખરીદી કરવા ગઈ હતી. અહીં ખરીદી કરી સામાન મૂકી તે પરત દુકાનમાં આવી હતી ત્યારે દુકાન માલિકે કંઈ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી મહિલાના ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું.

દુકાન માલિકની આ ગંદી હરકતને લઇ ગુસ્સામાં આવીને આરોપીને એક તમાચો ચોડી દીધો હતો. જે બાદમાં મહિલાએ પોતાના ઘરે જાણ કરી હતી અને પતિની મદદથી આ મામલે ફરિયાદ દાખલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here