દહેગામ : પાર્કિંગ ની જગ્યા માં બનાવેલ દુકાનો ઓડા દ્વારા તોડી પાડવામા આવી

0
53

દહેગામ કોલેજ સામે આવેલ વાસ્તુપુજા એપાઈમેન્ટમા બીન અધિક્રુત રીતે બીલ્ડરે છ દુકાનો બનાવી દેતા કોર્ટના નિર્ણય અનુસાર આજે ઓડા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડી તેના દબાણો દુર કર્યા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ કોલેજ પાસે આવેલ વાસ્તુપુજા ફ્લેટમા બીલ્ડર દ્વારા નીચે છ જેટલી દુકાનો બનાવી દીધી હતી ત્યારે આ ફ્લેટના રહેણાકવાશીએ પાર્કીંગની સુવિધાની માંગણી કરતા આ મામલો ઉગ્ર બનતા બીલ્ડરે દહેગામ કોર્ટમા આ બાબતે કેસ દાખલ કર્યો હતો તેમા વાસ્તુપુજા ફ્લેટ હોય તો તેમા પાર્કીંગની સુવિધા અવશ્ય હોવી જોઈએ તેના અનુસંધાનમા કોર્ટે બીલ્ડરનો દાવો ફગાવી દઈને આ ફ્લેટમા બનાવેલી છ દુકાનો બીન અધિક્રુત હોવાથી આજે ઓડાની ટીમ કડક પોલીસ બંદોબસ્ત સાથે આવીને જે બીન અધિક્રુત બનાવેલી છ જેટલી દુકાનો તોડી પાડવાની કામગીરી આરંભી દેવામા આવી હતી.

આ જગ્યા ઉપર આ દબાણો દુર કરીને પાર્કીંગની સુવિધા આપવામા આવશે અને આજે આ ઘટના સ્થળે ઓડા અને પોલીસ દ્વારા આ દબાણની કામગીરી ચાલુ થતા મોટી સંખ્યામા લોકોના ટોળે ટોળા આ દબાણો દુર થતા આ દ્રષ્યને જોવા માટે ઉમટી પડ્યા હતા. અને આ વાસ્તુપુજા ફ્લેટમા બીન અધિક્રુત રીતે છ જેટલી દુકાનો તોડી પાડવામા આવી હતી.

  • વાસ્તુપુજા ફ્લેટની નીચે પાર્કીંગની જગ્યા ઉપર આ છ દુકાનો બીલ્ડર દ્વારા બનાવવામા આવી હતી તેનો હોબારો થતા આ મામલો કોર્ટે પહોચ્યો હતો
  • બીલ્ડરે કોર્ટમા આ મામલો રજુ કરતા તેની રજુઆતોને કોર્ટે ફગાવી દઈને તોડી પાડવાનો આદેશ આપતા આજે ઓડા દ્વારા તોડવામા આવી
  • કડક પોલીસ બંદોબસ્ત સાથે ઓડાના અધિકારીઓ આવીને આ છ દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરતા મોટી સંખ્યામા લોકો આ દ્રષ્યો જોવા ઉમટી પડ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here