દહેગામ : કાયદા ની ઐસી-તૈસી…… દુકાન માં એક્સપાઈર ડેટ ની મીઠાઈ વેચાતી હોવાની બૂમો

0
60

દહેગામ શહેરમાં આવેલી મીઠાઈની દુકાનમાં એક્સપાયર ડેટ નો માલ વેચવાની બૂમો રહી છે સંભળાઈ
દુકાનમાં બાળ મજૂરો ને નોકરી રાખી કામ કરાવવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થવાના અહેવાલ
લોકડાઉનનો માલ સંઘરી રાખી ને હાલમાં આ વેચવામાં આવી રહ્યો છે એક્સપાઈર ડેટ વાળો માલ.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ મીઠાઈ ની દુકાન આવેલી છે. આ દુકાનમાં વેપારી દ્વારા લોકડાઉન માં જે માલ ઘરે મૂકી રાખ્યો હતો તે માલ હાલમાં લાવીને ગ્રાહકો ને વેચતો હોવાની બૂમ સંભળાઈ રહી છે. ઉપરાતં એક્સપર્ટ ડેટ નો માલ રાખી તેમજ આ દુકાનમાં સગીર બાળકો ને રાખી મજૂરી કરાવતો હોવાની માહિતી પ્રાપ્ત થવા પામેલ છે. મનુષ્યના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ખાદ્ય ચીજો વેચતા આવા વેપારી સામે કડક માં કડક કાર્યવાહી થાય તેવી માંગ સ્થાનિક રહેવાશીઓ દ્વારા થવા પામી છે તથા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ તાત્કાલિક આ બાબતે તકેદારીના પગલાં ભરે તેવી માંગ છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here