‘બિગ બોસ’થી ટીવી ડેબ્યૂ કરનાર શમિતા શેટ્ટીએ કહ્યું- આ શો ઘણો જ ડિસ્ટર્બિંગ છે, હું જોતી નથી

0
0

એક્ટ્રેસ તથા ‘બિગ બોસ 3’માં જોવા મળેલી શમિતા શેટ્ટીને શોની હાલની સિઝન ઘણી જ ડિસ્ટર્બિંગ ગણાવી હતી. શમિતાએ કહ્યું હતું કે તે આ શો જોતી નથી. આટલું જ નહીં તે જ્યારથી ‘બિગ બોસ 3’ના ઘરમાંથી બહાર આવી ત્યારબાદથી તેણે એક પણ સિઝન જોઈ નથી. ઉલ્લેખનીય છે કે શમિતાએ આ જ શોથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.

શમિતાએ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હવે આ શોમાં લોકો ઘણાં જ એગ્રેસિવ થઈ ગયા છે. તે જ્યારે આ શોમાં હતી ત્યારે તેઓ રૂલ બુક ફોલો કરતાં હતાં. આથી જ તે આ શો જોતી નથી. શમિતા 2009માં આ શોમાં જોવા મળી હતી. તે સમયે શિલ્પા શેટ્ટીના લગ્ન 22 નવેમ્બરે થવાના હતા અને તેથી જ શમિતાએ શોમાંથી બહાર જવાનો નિર્ણય લીધો હતો.

20 વર્ષ પહેલાં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
શમિતા શેટ્ટીએ વર્ષ 2000માં ફિલ્મ ‘મોહબ્બતેં’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક ફિલ્મમાં કામ કર્યું હતું. પછી તે ‘બિગ બોસ’માં જોવા મળી હતી. ત્યારબાદ તે ‘ઝલક દિખલાજા’ તથા ‘ખતરો કે ખિલાડી 9’માં જોવા મળી હતી. જ્યારે તેને રિયાલિટી શોને કારણે તેની કરિયર પર કેવી અસર પડશે તે વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે તેણે કંઈ વિચારીને રિયાલિટી શોમાં કામ કરવાનું નક્કી કર્યું નહોતું. ‘બિગ બોસ’ શરૂ થાય તેના સાત દિવસ પહેલાં જ તેણે આ શોમાં કામ કરવાની હા પાડી હતી. તેના જીવનમાં જે પણ થયું તે ક્યારેય પ્લાન્ડ નહોતું.

‘બ્લેક વિડોઝ’માં શમિતાનો નવો અંદાજ
શમિતા વેબ સીરિઝ ‘બ્લેક વિડોઝ’માં જોવા મળશે. આ સીરિઝમાં ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સની વાત બતાવવામાં આવી છે. આ સીરિઝનું ડિરેક્શન બિરસા દાસ ગુપ્તાએ કર્યું છે. શમિતા ઉપરાંત સીરિઝમાં મોના સિંહ, શરદ કેલકર, રાઈમા સેન, પરમબ્રતા ચટ્ટોપાધ્યાય, આમિર અલી, સબ્યાસાચી ચક્રવર્તી તથા સ્વસ્તિકા મુખર્જી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here