અપકમિંગ : નિસાન નવી ઇલેક્ટ્રિક SUV Ariya લાવી રહી છે, સિંગલ ચાર્જમાં 480 કિમીનું અંતર કાપશે

0
0

દિલ્હી. જાપાનની ઓટોમોબાઇલ કંપની નિસાને તેની આવનારી ઇલેક્ટ્રિક SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) Nissan Ariyaનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ટીઝર રિલીઝ કરવાની સાથે જ કંપનીએ આ SUVની લોન્ચ પણ જાહેર કરી દીધી છે. જાણવા મળ્યું છે કે, કંપની આ SUVનું વર્લ્ડ પ્રીમિયમ આવતા મહિને જુલાઈમાં કરશે. જો કે, ટીઝરમાં આ SUVની ફક્ત ડેહલાઇટ્સ જોવા મળી રહી છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ Ariyaના કોન્સેપ્ટ વર્ઝન પર જ બેઝ્ડ હશે.

કાર 2021માં રજૂ થશે
કંપનીએ Ariya કાર પહેલીવાર ગયા વર્ષે જાપાનમાં યોજાયેલા ટોક્યો મોટર શો દરમિયાન કોન્સેપ્ટ મોડેલ તરીકે રજૂ કરી હતી. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, આ SUVને વર્ષ 2021માં રજૂ કરવામાં આવશે. આ એક ક્રોસઓવર SUV છે, જેમાં કંપનીએ હેવી બેટરીપેકનો પ્રયોગ કર્યો છે જે તેને સારી ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

સિંગલ ચાર્જમાં કલાક દીઠ 480 કિમીની ડ્રાઇવિંગ રેન્જ
એક રિપોર્ટ અનુસાર, આ SUV સિંગલ ચાર્જમાં કલાક દીઠ 480 કિમી સુધીનું અંતર કાપશે. જો કે, હજી તેવી ડ્રાઇવિંગ રેન્જ વિશે કંપની તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી. કંપની આ કારમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે રિજનરેટિંગ બ્રેકિંગ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહી છે. જે તેને સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે લાંબી રેન્જ આપશે. કંપની આ SUVમાં ProPilot 2.0 સિસ્ટમનો પણ ઉપયોગ કરી રહી છે. આ સિસ્ટમ ઇમરજન્સી બ્રેકિંગ સાથે પેડેસ્ટ્રિય ડિટેક્ટિંગ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને એડોપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ જેવાં ફીચર્સ આપે છે. આ SUV વિશે અન્ય જાણકારી મેળવવા તેના લોન્ચિંગની રાહ જોવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here