DPS Eastનાં વિદ્યાર્થીઓની એક જ માંગ, ‘અમારી સ્કૂલ ફરીથી ચાલુ કરો’

0
0

અમદાવાદ : શહેરમાં હાથીજણમાં આવેલી ડીપીએસ-પૂર્વ સ્કૂલની ધો.9થી12ની માન્યતા સીબીએસઈ દ્વારા રદ કર્યા બાદ ગુજરાત સરકારનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ ડીપીઓ દ્વારા ધો.1થી8ની માન્યતા પણ રદ કરવામા આવી છે. જેના કારણે વાલીઓમાં ઘણો જ રોષ વ્યાપી રહ્યો છે. તેમનું કહેવું છે કે અમારા બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઇ ગયું છે. આટલા વર્ષોથી આ શાળા ચાલે છે ત્યારે સરકાર હવે કેમ જાગી? આ સાથે બાળકો પણ પોતાની સ્કૂલ ફરીથી ચાલુ થઇ જાય તેવી માંગ કરી રહ્યાં છે. આજ સવારથી જ ડીપીએસ ઇસ્ટનાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ શાળાની બહાર ઘરણાં કરી રહ્યાં છે. વાલીઓએ ભેગા થઇને સંચાલકો સાથે વાત પણ કરી હતી. જ્યારે નાના ભૂલકાઓએ પણ હાથમાં પોસ્ટર રાખીને વિરોધ નોંધાવ્યો છે.

બાળકો સવારથી શાળાની બહાર બેઠા છે.

આ નાના ભૂલકાઓની એક જ માંગ છે કે અમારી સ્કૂલ અમને જેવી હતી તેવી જ પાછી આપો.

વિદ્યાર્થીઓએ ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, અમારી પરીક્ષા પણ થોડા જ દિવસમાં આવે છે. અમે કઇ રીતે ભણીશું.

બાળકો તાપમાં પણ ત્યાંજ બેસી રહ્યાં હતાં.

બોળકોએ પોસ્ટરમાં લખ્યું હતું કે, અમને અમારી સ્કૂલ બહું ગમે છે, અમને સ્કૂલ પાછી આપો.

આ અંગે વાલીઓનું કહેવું છે કે, ‘અમારા બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઇ ગયું છે. બાળકો અમને પૂછે છે કે અમારે સ્કૂલે જવાનું કે નહીં? પરંતુ અમે તેમને કોઇ જવાબ આપી નથી શકતા. જો અમને ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં PIL કરીશું. આવતી કાલે તમામ સ્કૂલો બંધ કરાવવા જઇશું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here