માત્ર છ વર્ષની આ બાળકી યુટ્યુબ પર મચાવી રહી છે ધૂમ, કમાણી જાણી ચોંકી જશો

0
18

દક્ષિણ કોરિયાની માત્ર છ વર્ષની બાળકીએ વીડિયો શેરિંગ સાઈટ યુટ્યુબ પર ધૂમ મચાવી છે. તે સતત યુટ્યુબ પર અલગ-અલગ વીડિયો પોસ્ટ કરે છે. જે લોકોને ઘણા પસંદ આવે છે. આ કારણે તેની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી છે. જ્યારે હવે તે એક અલગ કારણે ચર્ચામાં છે.

છ વર્ષની આ બાળકીનું નામ બોરમ છે. જે યુટ્યુબ પર બે ચેનલ ચલાવે છે. આ ચેનલના માધ્યમથી તેને નાની ઉંમરમાં 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રૂપિયાથી તેને રાજધાની સિયોલમાં પાંચ માળનું એક ઘર ખરીદ્યું છે. જે 258 વર્ગમીટર ક્ષેત્રમાં ફેલાયેલ છે. આ ઘરનો ઉપયોગ બોરમના પરિવારની કંપની કરી રહી છે. બોરમના યુટ્યુબ ચેનલો પર 3 કરોડથી પણ વધુ સબ્સક્રાઇબર છે. બોરમની પહેલી ચેનલ એક ટોય રિવ્યૂ ચેનલ છે. જેના 1.36 કરોડ સબ્સક્રાઇબર્સ છે. જ્યારે બીજી ચેનલ વીડિયો બ્લોગ છે. જેના 1.76 કરોડ સબ્સક્રાઇબર્સ છે. બોરમના યુટ્યુબ વીડિયોઝ દક્ષિણ કોરિયામાં ઘણા પસંદ કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ મુજબ બોરમની લોકપ્રિયતા એટલી વધારે છે કે તેનો એક વીડિયો તો 37.6 કરોડ વાર જોવામાં આવ્યો. આ વીડિયોમાં બોરમ પ્લાસ્ટિક ટોય કિચનમાં ઝડપથી નૂડલ્સ બનાવતા દેખાય છે. જોકે રિપોર્ટ પ્રમાણે બાળકોમાં યુટ્યુબ દ્વારા સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ અમેરિકાની 7 વર્ષની રિયાજ કાઝીના નામે છે. જેને 152 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here