સુરત : ઓલપાડ : ટકારમાં નજીક ATM મશીનને તસ્કરો 50 મીટર દૂર લઈ જઈ 6 લાખ ચોરી ફરાર

0
5

ઓલપાડના ટકારમા પાટીયા નજીક આવેલા ATMની ચોરી થઈ છે. સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના સેન્ટરમાંથી ATM મશીનને તોડીને બહાર લઈ જવામાં આવ્યું છે. ATM મશીનને સેન્ટરથી 50 મીટર દૂર લઈ જઈ તસ્કરો દ્વારા રૂપિયા કાઢી લેવામાં આવ્યાં છે. બાદમાં ATM મશીનની રૂપિયા ભરવાની ટ્રે સહિતનો સામાન કેનાલ પાસે ફેકીં દઈને તસ્કરો નાસી ગયા છે. ATM ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેના આધારે ઘટના સ્થળે પહોંચી કેનાલ નજીકથી પોલીસે ATM મશીનના પાર્ટસ કબ્જે કરીને CCTVમાં દેખાતા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ATM ચોરીમાં અંદર રેહલા અંદાજે 6 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

ATM મશીનની ટ્રે સહિતના પાર્ટસ નાખીને તસ્કરો રૂપિયા લઈ નાસી ગયા હતાં.

 

(ATM મશીનની ટ્રે સહિતના પાર્ટસ નાખીને તસ્કરો રૂપિયા લઈ નાસી ગયા હતાં.)

 

રાત્રિના સમયે ATM તોડાયું

ઓલપાડના ટકારમા પાટીયા નજીક આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના સેન્ટરમાં રાત્રિના એક વાગ્યે ત્રણ તસ્કરો ત્રાટકે છે. CCTVમુજબ આ તસ્કરો સાથે પેચીયા જેવા હથિયારો લઈને આવે છે અને ATM મશીનને ખોલી નાખી તેમાંથી રૂપિયા ભરેલી ટ્રે સહિતનો સામાન લઈને નાસી જાય છે. બેંકથી અંદાજે 50 મીટર દૂર કેનાલ પાસે ટ્રે સહિતનો સામાન ખોલીને તેમાંથી રૂપિયા લઈને આ તસ્કરો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.

બેંકના ATMમાંથી ચોરી કરીને તસ્કરો નાસી ગયા હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.
(બેંકના ATMમાંથી ચોરી કરીને તસ્કરો નાસી ગયા હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.)

 

પોલીસે તપાસ આદરી

સમગ્ર ઘટના અંગે બેંકના અધિકારીઓને સવારે જાણ થતાં CCTV સહિતના પૂરાવા પોલીસને આપ્યા છે. પોલીસે અજાણ્યા ત્રણ ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે. કીમ પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વૂર્ણ છે કે અગાઉ પણ આ વિસ્તારમાં ATM મશીનમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

પાંડેસરામાં ATM કાર્ડ રિડરની ચોરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 14મીના રોજ નવ વાગ્યે દેવી દર્શન સોસાયટી પ્લોટ નંબર 152માં આવેલા એક્સીસ બેંકના ATM મશીનમાંથી કોઈ અજાણ્યા ઈસમે ATM મશીનની રૂમમાં પ્રવેશ કરી કોઈ સાધન વડે ATM કાર્ડ રીડર નંગ 1ને કાઢી તેની આશરે કિંમત 25 હજાર થાય છે તે ચોરી કરી છે. જેના CCTVના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ATM તોડતી ગેંગ સક્રિય થયાની શંકા

પાંડેસરા અને ટકારમાની ઘટના થોડા સમયના અંતરે સર્જાઈ હોવાથી ATM તોડતી ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ પ્રકારની ગેંગ અગાઉ પણ ચોરી કરતી હોવાનું સામે આવ્યું હતું. આસાનીથી રૂપિયા મળી રહેતા હોવાથી અને ATM બહાર સિક્યુરિટીનો અભાવ રહેતો હોવાથી તસ્કરો ATM મશીનને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here